ગુજરાતમાં હાલમાં લોકો વિરુદ્ધ 100 નંબર ડાયલ કરીને પોલીસ ફરિયાદ કરાતી હતી, ત્યારે હવે સામાન્ય નાગરિકને જો કોઈ પોલીસ હેરાન કરે તો પોલીસ સામે ફરિયાદ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા એક નવો નંબર જાહેર કરવામાં આવશે. એડવોકેટ જનરલે ગુજરાત હાઈકોર્ટમાં આ માટેની બાંહેધરી આપી હતી. ગુજરામાં હવે પોલીસ દમન કે હેરાનગતિ કરે તો એ માટે અલગ નંબર ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે.
એડવોકેટ જનરલે ગુજરાત હાઈકોર્ટમાં આ માટેની બાંહેધરી આપી હતી અને જણાવ્યું હતું કે, આ નવા નંબર પર પોલીસ સામે ફરિયાદ કરી શકાશે અને આ ફરિયાદ પર 24 કલાકમાં જ કડક કાર્યવાહી હાથ ધરાશે. હાલના 100 અને 112 નંબર પણ સેવામાં ચાલું રહેશે. આ જાહેર થનાર નવા નંબરની જાણ તમામ નાગરિકોને થાય તે રીતે સુવિધા કરાશે. ગુજરાતમાં હાલમાં લોકો વિરુદ્ધ 100 નંબર ડાયલ કરીને પોલીસ ફરિયાદ કરાતી હતી તેમજ કેન્દ્ર સરકારના જે નિયમ છે તે મુજબ 112 હેલ્પ લાઈન નંબરનો ઉપયોગ તાત્કાલિક માટે થાય છે ત્યારે હવે જો પોલીસ સામાન્ય નાગરિકને હેરાન કરે કે દમન કરે તો પોલીસ સામે ફરિયાદ કરવા માટે ડેડીકેટેડ નંબર એટલે કે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવશે. આ નવા નંબર પર નાનામાં નાના અધિકારીથી લઈને મોટા અધિકાર સામે ફરિયાદ કરી શકાશે. આગામી સુનાવણી તારીખ 12મી જાન્યુઆરીએ હાથ ધરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application