કોરોનાના વધતા કેસને કારણે સરકારે રાજ્યમાં નાઈટ કરફયૂને રવિવારથી અમલી બનાવવાના અહેવાલ વચ્ચે શનિવારે એક જ દિવસમાં મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના નવા ૩૫,૭૨૬ કેસ નોંધાયા હતા, જ્યારે મુંબઈમાં ૬,૧૩૦ સૌથી વધુ કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગના અહેવાલમાં જણાવ્યું હતું.
૨૪ કલાકમાં મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના નવા ૩૫,૭૨૬ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને ૨૬,૭૩,૪૬૧ થઈ છે, પરંતુ સૌથી ચિંતાજનક બાબત કોરોનાને કારણે મૃત્યુ પામનારા દર્દીની સંખ્યા ૧૬૬ નોંધાઈ હતી. મુંબઈમાં નવા ૬,૧૩૦ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને ૩,૯૧,૭૯૧ થઈ છે, જે સર્વોચ્ચ કેસ છે. મુંબઈમાં કોરોનાને કારણે એક જ દિવસમાં ૧૨ દર્દીના મૃત્યુ થયા હતા, પરિણામે શહેરમાં કુલ મૃત્યુ પામનારા દર્દીની સંખ્યા ૧૧,૬૪૫ થઈ છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસનો પોઝિટિવિટી રેટ ૧૩.૯૩ ટકા થયો છે, જ્યારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૩,૦૩,૪૭૫ થઈ છે. કેસની સંખ્યામાં વધારો થવાથી હાલમાં રાજ્યમાં ૧૪,૮૮,૭૦૧ જેટલા દર્દી હોમ ક્વોરન્ટાઈન છે, જ્યારે ૧૫,૬૪૪ દર્દીને ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઈન રાખવામાં આવ્યા છે. એક જ દિવસમાં રાજ્યમાં ૧૪,૫૨૩ જેટલા દર્દીને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, તેથી કુલ રિકવર કેસની સંખ્યા ૨૩,૧૪,૫૭૯ એટલે ૮૬.૫૮ ટકા નોંધાઈ છે, એમ અહેવાલમાં વિસ્તૃતમાં જણાવાયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500