Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ નગરમાં સામાન્ય બાબતમાં એક મિત્રએ બીજા મિત્ર પર ચપ્પુ વડે કર્યો હુમલો

  • April 02, 2021 

સોનગઢ નગરમાં સામાન્ય બાબતમાં એક મિત્રએ બીજા મિત્ર પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાનો બનાવ પોલીસ ચોંપડે નોંધાયો છે. શાકભાજી-મરચાનો વેપાર કરતા મિત્ર ઉપર અગરબતીનો વેપાર કરતા મિત્રએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા ઈજાગ્રસ્ત મિત્રને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

 

 

 

 

 

 

મળતી માહિતી અનુસાર સોનગઢના શાકભાજી માર્કેટમાં રહેતા અને શાકભાજી-મરચાનો વેપાર કરતા ફતેસિંગરાવ હનુમંતરાવ હરપડે ગતરોજ રાત્રે આશરે 8 કલાકના અરસામાં નગરમાં આવેલ લક્ષ્મીમોલની પાછળના ભાગે આવેલ ગરનાળા પાસે ઉભો હતો તે વખતે રાકેશ ઉર્ફે બંટી ચૌધરી ત્યાં આવ્યો હતો. દરમિયાન ફતેસિંગરાવએ રાકેશ ઉર્ફે બંટી ચૌધરીને “ તારી દુકાન કેમ ચાલૂ છે ?? પૂછતા, “ તું મને કોણ પૂછવા વાળો તું અહી ઉભો રહે”  તેમ કહી રાકેશ ચૌધરી ત્યાંથી જતો રહ્યો હતો અને થોડીવારમાં ફરી પાછો આવી “ તું હજુ સુધી દુકાન ચાલુ રાખવાનું પૂછવા વાળો કોણ છે,” તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ તેની પાસેના ચપ્પુ જેવા ધારદાર (તીક્ષ્ણ) જેવા હત્યાર વડે ફતેસિંગરાવના ડાબા કાનની બાજુમાં, ખભાના ભાગે, જમણા હાથનાકાંડાના ભાગે,ડાબા હાથના ખભાના ભાગે,છાતીના ઉપરના ભાગે તેમજ જમણી સાઈટે પાસળીના ભાગે ગંભીર ઈજા પહોંચાડી જીવલેણ હુમલો કર્યો હતો.

 

 

 

 

 

આ બનાવમાં ઈજાગ્રસ્ત વેપારીને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે ફતેસિંગરાવ હરપડેની ફરિયાદના આધારે રાકેશ ઉર્ફે બંટી ચૌધરી વિરુધ્ધ પોલીસે ગુનો દાખલ કરી ગણતરીની મીનીટોમાં જ રાકેશ ઉર્ફે બંટી ચૌધરીને ઝડપી કોરોના ટેસ્ટની કામગીરી હાથ ધરી હતી.(ફોટો-યુવરાજ પ્રજાપતિ,સોનગઢ)

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application