વલસાડ જિલ્લામાં ‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાન બન્યુ જનજાગૃતિનું માધ્યમ, ઠેર ઠેર યોજાઈ રહ્યા છે વિવિધ કાર્યક્રમો ‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાન હેઠળ તા.૧૨ ઓક્ટોબરને ગુરૂવારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પાનવા ગામમાં સ્વચ્છતા અભિયાન, હેન્ડવોશ, સ્વચ્છતા રેલી અને વૃક્ષારોપણ કરાયુ હતું. કપરાડા તાલુકાના કેટકી ગામમાં સ્વચ્છતા અભિયાન, હેન્ડવોશ, સ્વચ્છતા રેલી અને સ્વચ્છતા શપથનું આયોજન કરવામાં આવ્યુ હતું. પારડી તાલુકાના ખડકી ગામમાં સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું. ઉમરગામ તાલુકાના તડગામમાં સ્વચ્છતા રેલી, સ્વચ્છતા શપથ, સ્વચ્છતા સામે જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરાયુ હતું.
વલસાડ તાલુકાના અટકપારડી ગામમાં સ્વચ્છતા, આરોગ્ય કેમ્પ, સ્વચ્છતા અંગેના શપથ લેવાયા હતા. જ્યારે વાપી તાલુકાના મોટી તંબાડી ગામમાં સફાઈ અભિયાન, હેન્ડવોશ અને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન જોર શોરથી ચાલી રહ્યું છે. ગ્રામજનો મોટી સંખ્યામાં આ અભિયાનમાં જોડાઈને પોતાનું ઘર, ફળિયું અને ગામમાં સ્વચ્છતા અંગે જાગૃત બન્યા છે. જેને લઈ કેન્દ્ર અને રાજ્ય સરકારનો સ્વચ્છ ભારત નિર્માણનો હેતુ ચરિતાર્થ થઈ રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500