જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત લોક ભાગીદારીથી સાફ–સફાઈની કામગીરી કરવામાં આવી રંગોળી, વોલ પેઈન્ટિંગ, સ્વચ્છતા રેલી તેમજ સ્વચ્છતા સફાઈ જેવી પ્રવૃતિઓનું આયોજન થયું વલસાડ જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર-૨૦૨૪ સુધી “સ્વચ્છતા હી સેવા (SHS)” કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવેલ છે. જેની થીમ “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” સાથે આ કેમ્પેઈનનો ઉદેશ્ય વલસાડ જિલ્લાને સ્વચ્છ બનાવવાનો છે.
તારીખ ૨૩/૦૯/૨૦૨૪ના રોજ ધરમપુર તાલુકાના ખાંડા ગામમાં લોક ભાગીદારીથી સાફ-સફાઈ, સ્વછતા શપથ, કપરાડા તાલુકાનાં કપરાડા ગામના શાકભાજી માર્કેટમાં લોક ભાગીદારીથી સાફ-સફાઈ, પારડી તાલુકાના ચીવલ ગામમાં રેલી, લોક ભાગીદારીથી સાફ-સફાઈ, વોલ પેઈન્ટીંગ, ઉમરગામ તાલુકાના મલાવ ગામમાં લોક ભાગીદારીથી સાફ-સફાઈ અને સ્વછતા અંગેની સમજ આપવામાં આવી હતી. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી વલસાડ અને SIRD સંસ્થા દ્વારા ઉંમરગામ તાલુકામાં સરપંચ અને તલાટી કમ મંત્રીઓની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ તાલુકામાં માલવણ ગામમાં સ્વચ્છતા અંગેની સમજણ, રંગોળી, વાપી તાલુકાના કવાલ ગામમાં સ્વચ્છતા શપથ, સ્વછતા અંગે સમજણ, શોકપીટ અને કંપોસ્ટ પીટ અંગે સમજણ જેવી પ્રવૃતિઓ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500