સુરત સહિત જીલ્લામાં છેલ્લાં ૬ દિવસથી ધોધમાર વરસાદ પડવાના કારણે નદીઓમાં નવા નીર આવવાથી નદીઓ સોળે કળાંએ ખીલી ઉઠી છે. જીલ્લાના કેટલાંક ગામોમાં પાણી ફરી વળતા અનેક કોઝવે ગરકાવ થઇ ગયા હતા. અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા હતા. તે દરમ્યાન છેલ્લાં ૧૨ કલાકમાં ઉમરપાડામાં ૬ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જયારે બાકીના તાલુકામાં હળવો વરસાદ પડ્યો હતો.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લાં ૬ દીવસમાં ધોધમાર વરસાદ પડવાના કારણે નદીઓ ગાંડીતુર બની હતી. કેટલાંક ગામોમાં વરસાદના પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સુરત શહેરમાં ખાડી પુરની સ્થિતી સર્જાતા લોકો પાણીમાં ફસાઇ ગયા હતા. મંગળવારે સવારથી જ વરસાદનું જોર ઘટી જતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે. તાલુકાના ગામોમાં ભરાયેલા પાણી ઓસરવા માંડ્યા છે. તે દરમ્યાન છેલ્લાં ૧૨ કલાકમાં ઉમરપાડામાં ૬ ઇંચ વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. આ ઉપરાંત બારડોલીમાં ૯ મીમી , ચોર્યાસીમાં સાત મીમી , કામરેજમાં ૧૦ મીમી , મહુવામાં ૧૫ મીમી , માંડવીમાં ૩ મીમી , માંગરોળમાં ૩૬ મીમી , ઓલપાડમાં ૩ મીમી , પલસાણામાં ૮ મીમી , સુરત શહેરમાં ૧ મીમી વરસાદ પડ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500