Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંક્લેશ્વરનાં ઉછાલી ગામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો

  • November 18, 2024 

અંક્લેશ્વર તાલુકાનાં ઉછાલી ગામની સીમમાંથી કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. ઉછાલી ગામે છેલ્લા કેટલાક સમયથી દીપડાએ આંટાફેરા કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. દીપડાએ ગામની સીમમાં ત્રણ જેટલા બકરાનું મારણ પણ કર્યું હતું. ગ્રામજનો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા ગામની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આ પાંજરામાં રાત્રીના સમયે દીપડો આબાદ ઝડપાઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાવાની વાત ફેલાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતા જ વન વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application