ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અનુસંધાને ૧૭૨-નિઝર(અ.જ.જા.) બેઠક માટે તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણી પંચ દ્વારા નિયત કરવામાં આવેલ પ્રક્રિયા અનુસાર ચૂંટણીમાં ભાગ લેનાર ઉમેદવારોએ પોતાના હિસાબો ચકાસણી અર્થે રૂબરૂ અથવા ચૂંટણી એજન્ટ મારફત અથવા યોગ્ય રીતે અધિકૃત કરેલ વ્યક્તિ મારફત ચૂંટણી નિરીક્ષક/નિયુકત અધિકારી સમક્ષ ત્રણ વખત હિસાબો રજૂ કરવાના રહે છે.
જેથી નીચે મુજબનું સમયપત્રક ઉમેદવારોના હિસાબો રજૂ કરવા નિયત કરેલ છે. જેની સર્વેએ નોંધ લેવા ચૂંટણી અધિકારી, ૧૭૨ નિઝર (અ.જ.જા) દ્વારા જણાવાયું છે. તા.૨૧/૧૧/૨૦૨૨, સોમવાર, તા.૨૫/૧૧/૨૦૨૨ શુક્રવાર, તા.૨૯/૧૧/૨૦૨૨ મંગળવારના રોજ બપોરે ૧૫.૦૦ કલાકથી સાંજે ૧૮.૦૦ કલાક સુધીમાં મામલતદાર કચેરી, ઉચ્છલ તાલુકા સેવા સદન, ઉચ્છલ જિ.તાપી ખાતે હિસાબો રજુ કરી શકાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500