Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલમાં છ સભ્યોએ મહિલા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્તનો પ્રસ્તાવ તલાટી સમક્ષ રજૂ કર્યો, તલાટીએ પ્રસ્તાવ નહિ સ્વીકારતા ટી.ડી.ઓ.ને રજુ કરાયો

  • July 20, 2023 

ઉચ્છલ ગ્રામ પંચાયતનાં વહીવટ કરતા મહિલા સરપંચ દ્વારા સભ્યોને વિશ્વાસમાં લીધા વિના જ મનસ્વીપણે કામગીરી કરતા હોવા સહિતનાં વિવિધ આક્ષેપો સાથે છ જેટલા સભ્યોએ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્તનો પ્રસ્તાવ તલાટી-કમ-મંત્રી સમક્ષ રજૂ કરતા જેઓએ સ્વીકારવાનો ઈન્કાર કરતા સભ્યોએ તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીને પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તાપી જિલ્લાનાં ઉચ્છલ તાલુકાની ગ્રામ પંચાયતનાં વહીવટને લઈને વારંવાર ફરિયાદો ઉઠતી રહી હતી.



જેથી ગ્રામ પંચાયતનાં કેટલાક સભ્યોને વિશ્વાસમાં લીધા વિના જ કામગીરી થતી હોવાના આક્ષેપો સાથે છ સભ્યો દ્વારા મહિલા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત કરતો પ્રસ્તાવ તલાટી-કમ-મંત્રી રૂબરૂમાં રજૂ કરવામાં આવતા જેઓએ જે પ્રસ્તાવ નહીં સ્વીકારતા આખરે મામલો તાલુકા કક્ષાએ પહોંચ્યો હતો. તાલુકા વિકાસ અધિકારીને સરપંચ રીટાબેન ઢોડિયા સામે અવિશ્વાસની દરખાસ્તનો પ્રસ્તાવ ગ્રામ પંચાયતના છ સભ્યો નીલીનભાઈ, બિંદુબેન, તરૂણાબેન, મીરાંબેન, હિકેશભાઈ અને અનિતાબેનએ રજૂ કર્યો છે.



સભ્યોએ આક્ષેપ કર્યા છે કે, મહિલા સરપંચનાં પતિ-પુત્ર દ્વારા જ ગ્રામ પંચાયતનાં નાણા પંચનાં કામો, આવાસ, વિકાસનાં કામોનું આયોજન પોતાના ઘરે જ કરતા હોવાથી જે અંગે ગ્રામ પંચાયતનાં સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતા નથી ગ્રામ સભાનાં એજન્ટા પણ અમુક સભ્યોને આપવામાં આવતા નથી તેમ જ આવક-જાવકનો હિસાબ સભ્યોને આપવામાં આવતો નથી. બોર-વિથ ટાંકીના કામો લાગતા વળગતા લોકોને ઘરો કે ખેતરોમાં પૈસાનો વ્યવહાર કરી આપવામાં આવતા હોવા સહિતના અનેક આક્ષેપ સભ્યોએ કર્યા છે.



વહીવટમાં થતી ગેરરીતિ અને મનસ્વી વલણ અંગે અગાઉ પણ સંબંધિત વિભાગોને અરજીઓ થઈ હોવાનું સભ્યોએ જણાવ્યું છે. જોકે ઉત્સવ ગ્રામ પંચાયતનાં વહીવટમાં અંદરોઅંદર ચાલતી ખેંચતાણ અને મનસ્વીવલણ પ્રત્યેની સભ્યોમાં વ્યાપેલી નારાજગી આખરે સપાટીએ પહોંચી છે. જેથી મહિલા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્તનો પ્રસ્તાવ રજૂ કરાતા ખળભળાટ મચી ગયો છે જોકે હવે શું નિર્ણય લેવાશે તે તો જોવું રહ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application