Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં આદિજાતિ મંત્રીએ કોરોનાનો ભોગ બનેલ પરિવારજનો સાથે રૂબરૂ મુલાકાત કરી

  • June 01, 2021 

રાજ્યના આદિજાતિ વિકાસ, વન મહિલા અને બાળ મંત્રી ગણપતસિંહ વસાવાએ તાપીની મુલાકાતમાં ઉચ્છલ તાલુકાના કટાસવાણ, વડપાડા, હરીપુર, માણેકપુર, ખાબદા, વાડદ, નારણપુર, ચીતપુર, રૂમકીતલાવ, નિઝર તાલુકાના સાયલા, રાયગઢ, અને કુકરમુંડા તાલુકાના આષ્ટા, આશ્રવા ગામે કોરોના મહામારીનો ભોગ બનેલા લોકોના પરિવારજનો સાથે રૂબરૂ મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી.

 

 

 

 

આ દુ:ખદ ઘડીએ મંત્રીએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહયું છે. કોરોનાને પરાસ્ત કરવા રાજ્ય સરકારે નાગરિકોના સહકાર સાથે આયોજનબદ્ધ પગલા લીધા છે. કોરોના સંક્રમણને કારણે લોકોની મુશ્કેલી દુર કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજય સરકારે અનેક નોંધપાત્ર કામગીરી કરી રહી છે.

 

 

 

 

જનશક્તિના સહયોગ વગર કોરોનાને જડમૂળથી દેશમાંથી નાબૂદ કરવા તમામ પ્રયાસો નકામા થાય છે. તેથી સરકારની માર્ગદર્શિકાનું પાલન કરી માસ્કને જીવનનો ભાગ ગણી અપનાવવા, સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવા અને વારંવાર હાથ-ધોવા કે સેનેટાઇઝ કરવાની તકેદારી રાખી કોરોના સામેના જંગમાં નાગરિક ધર્મ નિભાવવાની સાથે કોરોના પ્રતિરોધક રસી વહેલી તકે મુકાવવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application