Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ગુણસદા ગામ વિસ્તા૨માં કેટલાક પ્રતિબંધ મુકાયા,વિગતવાર જાણો

  • October 19, 2022 

આગામી તા.20મી ઓક્ટૉબરે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના  મોજે.ગુણસદા, ખાતે માન.પ્રધાનમંત્રીશ્રીનો કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં,ગુજરાત રાજયના માન.મુખ્યમંત્રીશ્રી, માન.મંત્રીશ્રીઓ, રાજયના ઉચ્ચ કક્ષાના પદાધિકારીશ્રીઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં નાગરીકો ઉ૫સ્થિત રહેનાર છે અને ઉપરોકત મહાનુભાવો ઝેડ પ્લસ કેટેગરી સુરક્ષા કવચ તેમજ એસ.પી.જી. સુરક્ષા ધરાવતા હોવાથી અને કાર્યક્રમ દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાય રહે તે જરૂરી છે.




ઉપરોક્ત મહાનુભાવો અત્રેના જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે પધારનાર હોવાથી  તે દરમ્યાન કેટલાક અસામાજિક તત્વો પોતાના હેતુઓને પાર પાડવા સારૂં ગમે તે રીતે અવરોધ પેદા કરવાના આશયથી રોડ ઉપ૨ તેમજ અન્ય જગ્યાએ જમીનથી આકાશ તરફ તુકક્લ, ફુગ્ગા, પતંગ, વાવટા. ડ્રોન. સિન્થેટીક પ્લાસ્ટિક તેમજ અમુક કલ૨ના કપડા હાથમાં લઈ ફરકાવતા ઉડાડતા હોય છે. જેના કા૨ણે દુર્ઘટનાઓ અને અકસ્માત સર્જાવાના કિસ્સાઓ ઉપસ્થિત થતા હોય છે અને કેટલાંક કિસ્સાઓમાં મૃત્યુ થવાના સંજોગો ઉભા થતા હોય છે તે સિવાય જાહે૨માર્ગો ઉ૫૨થી અવ૨ જવ૨ ક૨તા રાહદારીઓને પણ અડચણ પેદા થાય છે.



આવા ઉડાડેલા તુકકલ, પતંગ તેમજ સિન્થેટીક પ્લાસ્ટિકના કા૨ણે ઈલેક્ટ્રીક પાવ૨ લાઇન સાથે સ્પર્શ થવાના કારણે જીવલેણ અકસ્માતો બને છે. જે અંગે જાહેર સલામતી, કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાય રહે તેવા આશયથી તા.૨૦મી ઓક્ટોબર ના રોજ માન.પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં કોઇ અડચણ ન થાય, તે હેતુથી તા.૨૦/૧૦/૨૦૨૨ સુધી આવા જમીનથી આકાશ તરફ ઉડાવવામાં આવતા ચાઇનીઝ તુકકલ, ફુગ્ગા, પતંગ, વાવટા, ડ્રોન, સિન્થેટીક પ્લાટિક તેમજ અમુક કલરના ફરકાવતા/ઉડાવવામાં આવતા કાપડ ફ્ર૨કાવવા/ઉડાડવા ઉપર પ્રતિબંધ મૂકવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.જે.વલવી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.




ગુણસદા ગામ વિસ્તા૨માં ડ્રોન કેમેરા ઉડાડવા પર પ્રતિબંધ 

આગામી તા.20મી ઓક્ટૉબરે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના  મોજે.ગુણસદા, ખાતે માન.પ્રધાનમંત્રીશ્રીનો કાર્યક્રમ યોજાનાર છે. માન. પ્રધાનમંત્રીશ્રી Z+ અને SPG સુરક્ષા કવચ અને માન. મુખ્યમંત્રીનાઓ Z+ સુરક્ષા કવચ ધરાવે છે. જેથી મહાનુભાવશ્રીઓની સુરક્ષાને ધ્યાને રાખી તા.20-10-2022ના રોજ 8:00 કલાકથી 19:00 કલાક સુધી ગુણસદા હેલીપેડ, સભા સ્થળ, વાહન પાર્કીંગના વિસ્તારો તેમજ અન્ય બંદોબસ્તના વિસ્તા૨માં ડ્રોન કેમેરા ઉડાડવાનું મનાઇ ફરમાવતુ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.જે.વલવી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application