Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ની ઉજવણીનાં ભાગરૂપે નાગરિકોને જાગૃત કરાયાં

  • August 08, 2023 

દર વર્ષ વિશ્વ સ્તનપાન સપ્તાહની ૧થી ૭ ઓગસ્ટ ૨૦૨૩ સુધી ઉજવણી કરવામાં આવે છે. જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ કચેરી તાપી દ્વારા પોગ્રામ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ ૧૦૪૯ આંગણવાડી કેન્દ્રો ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં, સગર્ભા, ધાત્રી, કિશોરીઓ, ઉત્સાહ ભેર ભાગ લઇ રહ્યા છે સ્તનપાન સપ્તાહની વિવિધ પ્રવૃતિમાં ગામ ડેરી સહકારી સભ્યની મુલાકાત કરવામાં આવી હતી અને ગામના સહકારી સભ્ય સાથે બેઠક કરવામાં આવી અને પુરક પોષણ આહાર, મુખ્ય મંત્રી માતૃ શકિત યોજના, પોષણ સુધા યોજનાની માહિતી આપવામાં આવી હતી.


યોજનાના પ્રચાર પ્રસાર સોશિયલ મીડિયાના માધ્યમથી સંદેશાઓ અંગે જાગૃત કરાયાં હતાં. સ્તનપાન અંગે સંવેદનશીલતા અને ગામ લોકોની ભૂમિકા ઉપર ચર્ચા કરવામાં આવી આ સાથે આંગણવાડી કાર્યકર, મુખ્ય સેવિકા દ્વારા સગર્ભા અને ધાત્રીમાતાઓની મુલાકાત લેવામાં આવી અને પ્રથમ ધાવણ તેમજ બાળકને છ માસ સુધી માત્ર માતાનું ધાવણ લેવુ અને એના ફાયદાઓ અંગે સમજ આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application