તાપી જીલ્લામાં કોરોના ના આજે નવા 12 કેસ નોંધાયા છે. જેને લઇ તંત્રની ચિંતા વધી ગઈ છે. આ સાથે જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 618 થયો છે. જીલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 30 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે વધુ 12 દર્દી સાજા થયા અત્યાર સુધી કુલ 514 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે 81 થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે.
તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલાના જણાવ્યા અનુસાર તા.1-ઓક્ટોબર નારોજ વાલોડ તાલુકામાં 6 કેસ, વ્યારામાં 2 કેસ, સોનગઢમાં 2 કેસ, ઉચ્છલ અને ડોલવણમાં 1-1 કેસ મળી કુલ 12 કોરોના પોઝીટીવના કેસ નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
1-ઓકટોબર નારોજ તાપી જીલ્લામાં નોંધાયેલ પોઝીટીવ કેસ...
(1) 13 વર્ષિય કિશોરી, પટેલ ફળિયું,ગોડધા-વાલોડ
(2) 11 વર્ષિય કિશોરી, પટેલ ફળિયું,ગોડધા-વાલોડ
(3) 40 વર્ષિય પુરુષ, પટેલ ફળિયું,ગોડધા-વાલોડ
(4) 37 વર્ષિય મહિલા, પટેલ ફળિયું,ગોડધા-વાલોડ
(5) 37 વર્ષિય પુરુષ, વલ્લભનગર,બાજીપુરા-વાલોડ
(6) 60 વર્ષિય મહિલા, વલ્લભનગર,બાજીપુરા-વાલોડ
(7) 67 વર્ષિય પુરુષ, હાઇસ્કુલ ફળિયું,કલકવા-ડોલવણ
(8) 27 વર્ષિય પુરુષ, કોલીવાડ-વ્યારા
(9) 82 વર્ષિય પુરુષ, સીંગી ફળિયું-વ્યારા
(10) 30 વર્ષિય મહિલા, નિશાળ ફળિયું,જુની કુઇલીવેલ-સોનગઢ
(11) 55 વર્ષિય પુરુષ, કેશરી નંદન સોસાયટી-સોનગઢ
(12) 60 વર્ષિય મહિલા,પેથાપુર-ઉચ્છલ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500