Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોના થઇ રહ્યો છે બેકાબુ:તાપીમાં 2 મહિલા દર્દીઓના મોત,કોરોના ના વધુ 14 કેસ નોંધાયા

  • September 08, 2020 

કાતિલ કોરોના ના કહેર વચ્ચે 2 મહિલા દર્દીઓના મોત નીપજ્યા છે સાથે જ આજરોજ તાપી જીલ્લામાં કોરોનાના નવા 14 કેસ સામે આવ્યા છે. ડો.નૈતિકભાઈ ચૌધરી જણાવ્યા અનુસાર વ્યારાના કેળકુઈ ગામના વિસ્તારમાં રહેતી 75 વર્ષીય મહિલાને તા.5મી સપ્ટેમ્બર નારોજ કોવિડ-19 ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જેમને અન્ય બીમારીની સાથે કોવિડ-19 નો રીપોર્ટ પણ પોઝીટીવ હતો. જેમનું 6-સપ્ટેમ્બર નારોજ રાત્રે મોત નીપજ્યું હતું.

 

જયારે બીજા બનાવમાં સોનગઢના જુનાગામ વિસ્તારમાં રહેતી 52 વર્ષીય મહિલાને તા.5મી સપ્ટેમ્બર નારોજ કોવિડ-19 ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જેમને અન્ય બીમારીની સાથે કોવિડ-19 નો રીપોર્ટ પણ પોઝીટીવ હતો. જેમનું આજરોજ એટલે કે, 7મી સપ્ટેમ્બર નારોજ સવારે મોત નીપજ્યું છે. આ સાથે આજદિન સુધી જીલ્લામાં કુલ 26 દર્દીઓના મોત નીપજ્યા છે.

 

તાપીમાં કોરોના ના વધુ 14 કેસ નોંધાયા

 

તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલાના જણાવ્યા અનુસાર તા.7મી સપ્ટેમ્બર સોમવાર નારોજ જીલ્લામાં કોરોનાના વધુ 14 કેસ નોંધાયા છે. જેમાં વાલોડ તાલુકામાં 4 કેસ, વ્યારામાં 8 કેસ, સોનગઢ અને ઉચ્છલમાં 1-1 કેસ મળી કુલ 14 કેસ સરકારી ચોપડે નોંધાયા છે.

 

કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 404 પર પહોંચી ચુક્યો છે. જયારે કોરોનાની સારવાર દરમિયાન આજદિન સુધી કુલ 26 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે વધુ 12 દર્દીઓ સાજા થતા રજા અપાઈ આ સાથે કુલ 295 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.

 

આજે તાપીમાં નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીઓ.....

 

(1) 42 વર્ષિય પુરુષ, વૃન્દાવન સોસાયટી,બુહારી-વાલોડ 

(2) 47 વર્ષિય પુરુષ, ખોડિયાર ફળિયું,પેલાડ બુહારી-વાલોડ 

(3) 34 વર્ષિય પુરુષ, મોરા ફળિયું,પેલાડ બુહારી-વાલોડ 

(4) 19 વર્ષિય પુરુષ, નિશાળ ફળિયું,કલમકુઇ-વાલોડ

(5) 62 વર્ષિય મહિલા, રામજી મંદિર,કાનપુરા-વ્યારા

(6) 43 વર્ષિય પુરુષ, માલીવાડ-વ્યારા 

(7) 57 વર્ષિય પુરુષ, અમરદીપ સોસાયટી-વ્યારા

(8) 35 વર્ષિય પુરુષ, ડુંગરી ફળિયું,કેળકુઇ-વ્યારા

(9) 35 વર્ષિય પુરુષ, નવસી નગર,ઉંચામાળા-વ્યારા

(10) 25 વર્ષિય પુરુષ, નવસી,ઉંચામાળા-વ્યારા

(11) 35 વર્ષિય પુરુષ, નવસી,ઉંચામાળા-વ્યારા

(12) 58 વર્ષિય મહિલા, વાણિયાવાડ,જુનાગામ-સોનગઢ

(13) 48 વર્ષિય પુરુષ, માણેકપુર-ઉચ્છલ

(14) 48 વર્ષિય પુરુષ, KAPS ટાઉનશીપ,અણુમાલ-વ્યારા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application