ટ્રાફિકના નિયમો તોડતા હોય છે તેમના માટે સુરત પોલીસ કેમેરા અથવા ઈ ચલન દ્વારા દંડ કરતી હોય છે અને છેલ્લા થોડા સમયથી રસ્તા ઉપર બેફામ ગતિ એ દોડતી હોય તેવા વાહનો પર લગામ કસવા માટે ઓવર સ્પીડના મેમો આપવાની શરૂઆત કરી છે ત્યારે આજે એક એવી ઘટના સામે આવી હતી તે સાંભળીને પોલીસ પણ ચોકી ઉઠી હતી. સુરત ટ્રાફિક પોલીસે એક એમ્બ્યુલન્સને ઓવર સ્પીડ નો મેમો આપ્યો હતો. જેને લઈને એમ્બ્યુલન્સ ચાલક આ મામલે લેખિત રજૂઆત કરવા પોલીસ કમિશનર ભવન ખાતે પહોંચ્યો હતો. સુરત શહેરમાં ઓવર સ્પીડ અથવા ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકો સામે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવે છે.
આ ઉપરાંત શહેરમાં ઓવર સ્પીડે વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી કરવા ઇ-ચલણ મેમો પણ ફટકારવામાં આવે છે. જોકે આવશ્યક સેવામાં આવતા અને ઈમરજન્સી વાહન સામે સુરત શહેર પોલીસ દ્વારા ઓવર સ્પીડનો મેમો ફટકારતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. મળતી માહિતી અનુસાર, શેખર ગામીત એમ્બ્યુલન્સ ચાલક છે અને દર્દીઓને લઈ જવા -લાવવા માટે એમ્બ્યુલન્સ નો રોજ-બરોજ ઉપયોગ કરે છે. ઈમરજન્સીના સમયે જરૂર પડ્યે દર્દીને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચાડવા માટે ઓવરસ્પીડ માં એમ્બ્યુલન્સ હંકારવાની રહે છે. દરમિયાન 6 ફેબ્રુઆરીના રોજ શેખરભાઈ ગામીત પોતાના ઉમરા ગામ થી એમ્બ્યુલન્સ લઈ ગૌરવપથ રોડ પર દર્દીને લેવા માટે નીકળ્યા હતા.જે દિવસનો સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રૂપિયા 2000 હજારનો ઓવરસ્પીડનો ઇ-ચલણ મેમો ફટકારવામાં આવ્યો હતો.જે બાબતની જાણ તેઓને પાછળથી થઈ હતી.
એમ્બ્યુલન્સ ના ચાલક શેખર ગામીતના જણાવ્યાનુસાર,તેઓ હાલ જ ચાર દિવસ અગાઉ સુરત આરટીઓ ગયા હતા. એમ્બ્યુલન્સ નું ફિટનેસ સર્ટિફિકેટ કાઢવાનું હોવાથી તેઓ આરટીઓ કચેરી પહોંચ્યા હતા. જાતિઓને જાણકારી મળી હતી કે પોતાની એમ્બ્યુલન્સ ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા ફટકારવામાં આવેલ ઓવરસ્પીડનો ઓનલાઇન ઇ-ચલણ મેમો નો બોજો છે. જેથી પહેલા ઈ-ચલન મેમોનો બોજો પૂરો કરી ત્યારબાદ ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવા અંગે સુરત આરટીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ દર્દીઓને લઈ જવા લાવવાની ભાગદોડમાં રહેલા શેખર ગામિત પાસે સમયનો અભાવ હોવાથી તેઓ રજૂઆત માટે પોલીસ કમિશનર કચેરી જઈ શક્યા નહોતા. પરંતુ આજ રોજ સુરત પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચેલા શેખર ગામીત દ્વારા આ મામલે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
શેખર ગામિતે જણાવ્યું છે કે, એમ્બ્યુલન્સ એક આવશ્યક સેવામાં આવે છે. એમ્બ્યુલન્સ એક ઇમર્જન્સી સેવા છે. જેમાં ઇમર્જન્સીના સમયે દર્દીને લઈ જવા -લાવવા માટે ની તાતી જરૂરિયાત રહેતી હોય છે. જેથી પોતે પણ 6 ફેબ્રુઆરીએ દર્દીને લેવા જવા માટે પોતાની એમ્બ્યુલન્સ લઈ નીકળ્યા હતા. જે અંગે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તેઓને ઓનલાઈન ઓવર સ્પીડ નો ઈ -ચલણ મેમો ફટકારવવામાં આવ્યો છે..જે બિલકુલ પણ યોગ્ય નથી.જેની તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે. જોકે ખરેખર આવશ્યક સેવામાં આવતી એમ્બ્યુલન્સ ને ઈ ચલણ મેમો ફટકારી શકાય કે કેમ તેવા સવાલ સુરત પોલીસ સામે એમ્બ્યુલન્સ ના ચાલક દ્વારા ઉભા કરવામાં આવ્યા છે.ત્યારે આ અંગેની સ્પષ્ટતા પણ સુરત પોલીસે કરવી જરૂરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500