Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાં તાપી એલસીબીએ પીછો કરતા બાઈક મૂકી બે જણા નાશી છુટ્યા, તપાસમાં દારૂ પકડાયો

  • August 07, 2022 


તાપી એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે આજરોજ સોનગઢ નગરમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૫૩ ને અડીને આવેલ જીઓ પેટ્રોલ પંમ્પ સામેથી હાઇવે પરથી એક બાઈક નંબર જીજે/૨૬/પી/૦૫૪૬ નો પીછો કર્યો હતો,જોકે બાઈક ચાલક અને તેની સાથે બેસોલો શખ્સ બાઈક મૂકી નાશી છુટ્યા હતા.



બાદમાં પોલીસે બંને શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા. જોકે એલસીબી પોલીસની તપાસમાં બાઈક સાથે મળી આવેલ બે બેગોમાંથી દેશીદારૂ ટેન્ગો પંચની કુલ ૧૯૫ નંગ બાટલીઓ જેની કિંમત રૂપિયા ૫,૮૫૦/-નો પ્રોહી મુદ્દામાલ સહિત બાઈક કબજે કરી હેડકોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતજીભાઈની ફરિયાદના આધારે સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધી નાશી છુટેલા બંને આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application