જિલ્લામાં ચકચાર મચાવે તેવી ઘટના નિર્માણધીન થઈ છે, સોનગઢ ના પીપળ ફળીયામાં પતિ એ ઘર કંકાસ માં પત્ની ને મોત ને ઘાટ ઉતર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.પોલીસને ઘટના સ્થળે થી મળેલ સ્યુસાઇડ નોટ ના આધારે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર સોનગઢ ના પીપળ ફળિયા માં 69 વર્ષીય અર્જુનભાઇ આનંદાભાઈ હીરે અને તેમની 65 વર્ષીય પત્ની સુશીલાબેન અર્જુનભાઈ હીરે રહેતા હતા, આ આધેડ દંપતી વચ્ચે ચાલી રહેલા ઘર કંકાસ નું આજે કરુણ પરિણામ આવ્યું છે, જેમાં આધેડ પતિ એ તેની પત્ની ને સાડી વડે ગળે ટૂંપો આપી મોત ને ઘાટ ઉતર્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે, આજે એકલા રહેતા વૃદ્ધ દંપતી નો ઘર નો દરવાજો સવારે 11 કલાક સુધી બંધ રહેતા પાડોશીઓને શંકા જતા પોલીસને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
પોલીસે છાપરે ચઢીને ઉપરનું પતરું હટાવીને અંદર પ્રવેશ કર્યો
સોનગઢના પીપળ ફળિયામાં રહેતા અર્જુનભાઇ તેમની પત્ની સુશીલા બેન સાથે રહેતા હતા,આજે મોડે સુધી તેમના ઘરનો દરવાજો ન ખુલતા પડોશીએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને બારી માં જોતા અર્જુનભાઇ ની લાશ લટકતી જોવા મળી હતી, જે આધારે પોલીસે ચેક કરી આસપાસ જોતા ઘરનો દરવાજો અંદરથી બંધ હતો, જેથી પોલીસે છાપરે ચઢીને ઉપરનું પતરું હટાવીને અંદર પ્રવેશતા તેમની પત્ની પણ મૃત હાલતમાં મળી આવી હતી, અને ઘટના સ્થળેથી મરાઠી ભાષામાં સુસાઈટ નોટ પણ મળી આવી હતી.
ઘટના સ્થળે થી મળેલી સ્યુસાઇડ નોટ પર થી પોલીસ નું પ્રાથમિક કારણ ઘર કંકાસ હોવાનું બહાર આવ્યું છે, હાલ પોલીસે એફએસએલ ની મદદ લઇ આડોશ પાડોશ માં રહેતા લોકો ના નિવેદન લઈ આગળ ની તપાસ હાથ ધરી છે.
ઘર કંકાસ ને લઈ સોનગઢ માં બનેલી આ કરુણ ઘટના ને લઈ ને પંથક માં ચર્ચા એ જોર પકડ્યું છે લાંબા સમય થી એકલવાયું જીવન જીવતા આ વૃદ્ધ દંપતી પૈકી આધેડ પતિએ ભરેલા આ પગલાં ને લઈ અનેક તર્કવિતર્કો ઉઠવા પામ્યા છે પરંતુ પોલીસે સ્યુસાઇડ નોટ ના આધારે અને એફએસએલ ની મદદ થી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500