Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાં રીક્ષા છકડાના ચાલકો ઘેટાં-બકરાની જેમ મુસાફરો ભરવામાં વ્યસ્ત, ટ્રાફિક પોલીસ હપ્તો વસુલવામાં મસ્ત !!

  • March 14, 2021 

સોનગઢમાં ઘેટાં-બકરાની જેમ મુસાફરો ભરીને દોડતા રીક્ષા-છકડા સહિતના વાહનો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવાને બદલે આંખ આડા કાન કરી રહ્યા હોવાની વ્યાપક બુમરાણ ઉઠવા પામી છે.

 

 

 

 

સોનગઢ નગરમાં સતત ટ્રાફિકથી ધસમસતા અને વધુ અવરજવર માટે ઉપયોગ થતા રસ્તો પર કલાકો સુધી ઉભી રહેતી રીક્ષા-છકડાઓના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાની શક્યતા ને નકારી શકાય તેમ નથી. ત્યારે ઘેટાં-બકરાની જેમ મુસાફરો ભરી દોડતા વાહનો સામે કાર્યવાહી કરવા જેમના માથે જવાબદારી સોંપવામાં આવી છે. તેવા ટ્રાફિક શાખા ના પ્રમાણિક અધિકારીઓ હપ્તાની માયાજાળ માંથી બાહર નીકળી ઘેટા-બકરાની જેમ મુસાફરો ભરી દોડતા વાહનો સામે કાર્યવાહી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

 

 

 

 

આધારભૂત સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર સોનગઢ તાલુકાના જાહેરમાર્ગો પર ઘેંટા-બકરાની જેમ મુસાફરો ભરી દોડતા રીક્ષા-છકડા સહિતના વાહન ચાલકોને જાણે ક્ષમતાથી વધુ મુસાફરો ભરવામાં માટેની મંજુરી આપવામાં આવી હોય તેમ કાયદાના ડર વગર નગરના દરેક પોઈન્ટ પર મુસાફરો ભરવામાં વાહન ચાલકો મસ્ત રહેતા હોય છે. આવા વાહન ચાલકો સામે કાર્યવાહીના બદલે પોલીસ પણ જાણે આંખ આડા કાન કરી રહી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

 

 

 

 

સોનગઢના ઓટા ચાર રસ્તા,સરકારી હોસ્પિટલ સામે, સેન્ટર પોઈન્ટ પાસે, પોલીસ સ્ટેશન સામે, નગરપાલિકા સામે, બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ સોપિંગ સેન્ટરની બાજુમાં જાહેર રસ્તા સહિતના નગરના મહત્વના પોઈન્ટ પર કલાકો ઉભા રહેતા વાહનોમાં બિન્દાસ્ત ઘેટાં-બકરાની જેમ મુસાફરો ભરવામાં આવતાં હોય છે. જોકે માસ્કના નામે દંડ વસુલાત કરવાની સરાહનીય કામગીરી કરતી ટ્રાફિક પોલીસને આવા વાહનો નરી આંખે દેખાતા જ નથી જયારે આજ ટ્રાફિક પોલીસ જયારે કોઈ સભ્ય સમાજનો જવાબદાર નાગરિક ફરજીયાત મોઢે માસ્ક પહેરી પોતાના ઘરથી નીકળતો હોય અને બાઈક હંકારતા માત્ર 4-5 સેકંડ માટે માસ્ક નાક નીચે ઉતરી જતું હોય ત્યારે તેને રોકી કાયદાની ચોપડી બતાવી તેને નિયમોનું કડક પાલન કરાવી દંડ ફટકારવામાં આવે છે. જયારે આજ ટ્રાફિક પોલીસની મહેરબાનીથી સોનગઢમાં ઘેંટા-બકરાની જેમ મુસાફરો ભરી દોડતા વાહનો નજરે કેમ પડતા નથી. તે એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

 

 

 

 

સરકારે કોરોનારૂપી મહામારીથી બચવા અનેક કાયદા ઘડી કાઢ્યા છે. જેમાંથી દરેક વ્યક્તિએ જાહેર સ્થળ પર માસ્ક ફરજીયાત પહેરવાનું અને ન પહેર્યું હોય તો દંડ પણ ફરજીયાત ભરવાનો કાયદો અમલમાં મુક્યો છે. જાહેર સ્થળ પર નાક નીચે જરાક પણ માસ્ક ઉતર્યું હોય તો પોલીસકર્મીની નાલાયક ગાળો ખાવાની સાથે 1000 રૂપિયાનો દંડ ભરવા ત્યાર જ રહેવું પડે છે. તેમ શંકાને કોઈ સ્થાન નથી.

 

 

 

 

એક રીક્ષાના ચાલકે નામ જાહેર નહી કરવાની શરતે જણાવ્યું હતું કે, સોનગઢમાંથી મુસાફરો ભરીને હાઇવે સહિતના માર્ગો પર દોડતી રીક્ષા-છકડાઓ જેવા વાહન ચાલકો પાસેથી હપ્તો વસુલવા માટે પોલીસે પોતાના ખાનગી અને વિશ્વાસુ માણસો દ્વારા જ હપ્તો વસુલતા હોવાથી મુસાફરો ભરી દોડતા વાહનો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરી જ શકતી નથી. ટ્રાફિક પોલીસ જો મુસાફરો ભરી દોડતા વાહનો સામે કાર્યવાહી હાથ ધરે તો તેમના હપ્તા બંદ થઈ જાય છે. અથવા જે વાહન ચાલકે સમયસર હપ્તો આપ્યો જ નથી તેવા વાહનો સામે કાર્યવાહી કરી સંતોષ માની લે છે.ત્યારે જીલ્લા ના પોલીસવડા શ્રીમતિ સુજાતા મજમુદાર આ બાબતને ગંભીરતા લઇ યોગ્ય તપાસના આદેશ આપે તે જરૂરી બન્યું છે.(ફોટો/વિડીયો-યુવરાજ પ્રજાપતિ-સોનગઢ ) 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application