સેલવાસના ચાનનદેવી રોડ ઉપર એક સોસાયટીમાં રહેતા યુવાને પોતાના ઘરમાં જ કોઈક અગમ્ય કારણોસર ગળે ફાંસો લગાવી જીવન ટુંકાવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે ક્રિશ્ના ધનકર (ઉ.વ.૨૭, હાલ રહેવાસી ચામુંડા કૃપા એપાર્ટમેન્ટ, ચાનનદેવી રોડ, સેલવાસ અને મૂળ રહેવાસી-નાગપુર,મહારાષ્ટ્ર) જે.બી.નાનજી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને એના મિત્ર સાથે ફ્લેટમાં રહેતો હતો.
જે કોઈક કારણોસર છેલ્લા ત્રણેક દિવસથી નોકરી પર પણ જતો ન મિત્ર બુધવારનાં રોજ રાત્રે નોકરી પરથી આવ્યો, ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો આડો કરેલો હતો. રૂમની અંદર જઈને જોતા ક્રિષ્ના પંખા સાથે ગળે શંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. હતપ્રભ બનેલા ક્રિષ્નાના મિત્રએ તાત્કાલિક આજુબાજુમાં રહેતા લોકોને બોલાવ્યા હતા. ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે ધસી આવી હતી અને પંખે લટકેલી લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે સેલવાસ ખાતેની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500