પલસાણા ખાતે આવેલા મેઘા પ્લાઝામાં રહેતા એક યુવકે ઉધારમાં સિગારેટ આપવાની ના પાડી હતી. જેની અદાવત રાખી પાંચ શખ્સોએ અગલ અલગ દિવસે મારમારી તેની ઉપર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પલસાણા પોલીસે પાંચ ઇસમો સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર અજય પ્રમોદભાઇ શર્મા (ઉ.વ.૧૯, રહે.પલસાણા મેઘાપ્લાઝા) મીલમાં હેલ્પર તરીકે કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ગત ૧૪ સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે તેમના મિત્રની સાથે પાનના ગલ્લા પર બેઠા હતા.
ત્યારે સંતુકુમાર ઉર્ફે કાતીયા રામ પ્રસાદ પાસવાન તથા નીતેશ દુકાન પર આવી ઉધારમાં સિગારેટ માંગી હતી. ત્યારે અજય શર્માએ ઉધાર આપવાની ના પાડતા તેની સાથે ઝઘડો કરી જતા રહ્યા હતા. ત્યારે બાદ બીજા દિવસે અજય શર્મા તેમની રૂમ ઉપર હતા. ત્યારે સંતુ પાસવાને તેને ફોન કરી નીચે બોલાવી ઉધારમાં સિગારેટ આપવાની ના કેમ પાડી હતી. તેમ કહી અજયને ઢીક્કા મુક્કાનો માર માર્યો હતો અને પોલીસને ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યો હતો. ત્યારબાદ મંગળવારે અજય શર્મા મેઘા પ્લાઝા પરફ જતા રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે પણ સંતુ ઉર્ફે કાતીયા રામપ્રસાદ પાસવાન, સંજય ઉર્ફે બટકો વિલાસ સીંગ, પ્રીન્સ દેવનાથ પંડીત, આયુશ શપુર્ણનંદ મીશ્રા, તેમજ નીતેશ (તમામ રહે.પલસાણા મેઘા પ્લાઝા)એ અજય શર્માને ઢીક્કા મુક્કાનો માર માર્યો હતો તેમજ સંતુએ તેની પાસેના તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી પીઢના ભાગે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પલાસણા પોલીસે મારામારી કરનાર પાંચ ઇ સમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500