પલસાણાનાં બલેશ્વર ગામની સીમમાંથી પસાર થતી મોટર સાયકલનાં ચાલકે રસ્તા ઉપર ખાડો આવતા અચાનક બ્રેક મારતા દંપતી પૈકી પત્ની નીચે રોડ ઉપર પટકાતા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવસારીનાં જલાલપોર તાલુકાના મરોલી ચાર રસ્તા, 105 સાઈ રેસિડન્સીમાં રહેતા અને વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા 57 વર્ષીય નરસિંહભાઈ નાનાભાઈ નાવી પોતાની 45 વર્ષીય પત્ની બેઠેલ કાળીબેન સાથે મોટર સાયકલ ઉપર સવાર થઈ કામ અર્થે નીકળ્યા હતા.
તે સમયે અમદાવાદથી મુંબઈ તરફ જતા હાઇવે ઉપર બલેશ્વર ગામની સીમમાંથી પસાર થતા સમયે નરસિંહભાઈની મોટર સાયકલ નંબર GJ/05/ML/0325 આગળ અચાનક હાઇવે ઉપર ખાડો આવી ગયો હતો. તેઓએ અચાનક આવેલા ખાડાને જોઈ બ્રેક મારે તે પહેલાં મોટર સાયકલનું આગલું ટાયર ખડામા પડતા તેઓએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો પરંતુ મોટર સાયકલ તો રોડ ઉપર પટકાઈ ન હતી. પરંતુ પાછળ બેઠેલા તેઓના પત્ની બેઠેલ કાળીબેન રોડ ઉપર પટકાયા હતા. તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજતા પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application