મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝર ગામનાં પ્લોટ ફળિયામાં રહેતા અને મજુરી કામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવતા ગોવિંદભાઈ રેમુભાઈ પાડવી નાને ગત તારીખ 28/09/2023નાં રોજ રાતના સમયે પોતાના ઘરે હાજર હતા તે સમયે ગોવિંદભાઈને દીપક સુરેશભાઈ પાડવી (રહે.નિઝર ગામ)એ ફોન કરી કહ્યું હતું કે, મારા કાકા મારા ઘરે આવી મારી મમ્મીને ગામે તેમ બોલી ઘરમાં ઝગડો થયેલ છે તેમ કહી ગમે તેમ બોલતો હતો અને તું અમારા ઘરમાં ઝઘડો લગાવે છે કહ્યું હતું. જેથી ગોવિંદભાઈ તથા તેના સાથીદારો નિઝર પોલીસ સ્ટેશનમાં બનાવની જાણ કરવા માટે જતા હતા.
તે દરમિયાન દીપક સુરેશભાઈ પાડવી બાઈક ઉપર એકલો પોલીસ સ્ટેશનનાં ગેટ પાસે બહાર આવેલ અને ગોવિંદભાઈને ગમે તેમ બોલી કાપીને જાનથી મારી નાખીશું તેમ ધમકી આપી હતી અને સાથે જ નંદલાલ કૈલાશભાઈ દુબે, બ્રિજલાલ કોઈડાભાઈ પાડવી, સુનીલ રમેશભાઈ પાડવી, ગણેશ શાંતારામભાઈ પાડવી (તમામ રહે.નિઝર ગામ) તથા બીજા ચારથી પાંચ જણા એક સાથે ગેરકાયદેસર મંડળી રચી આવેલ હતા. ત્યારબાદ નંદલાલ દુબેએ ગોવિંદભાઈ તથા તેના ભાઈને ધક્કામુક્કી કરી અને મારવાની ધમકી પણ આપી હતી અને ગોવિંદભાઈની પત્ની છોડવવા માટે વચ્ચે પડતા બ્રિજલાલ પાડવીએ મહિલાને પણ ગમે તેમ બોલી તેમજ ગાળો આપી આ લોકોને મારો તેમ બોલતો હતો તથા સુનીલ પાડવી અને ગણેશ પાડવી તેમજ તેમના સાથેના ચાર થી પાંચ જણાએ ધક્કા મૂકી કરી ગુનો કર્યો હતો. બનાવ અંગે ગોવિંદભાઈ પાડવી નાએ તારીખ 29/09/2023નાં રોજ નિઝર પોલી મથકે તમામ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application