Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Update : નવાપુરમાં હોટલનાં બીલ મામલે થયેલ ઝઘડાની અદાવતમાં યુવક પર ધારદાર ચપ્પુ અને લોખંડનાં સળીયા વડે હત્યા કરવાની કોશીશ

  • June 27, 2024 

મહારાષ્ટ્રનાં નવાપુર શહેરમાં થોડા દિવસો પહેલા હોટલમાં બીલ મામલે થયેલા ઝઘડાની અદાવતમાં યુવક પર સગીર સહિત બે શખ્સોએ ધારદાર ચપ્પુ અને લોખંડના સળીયા વડે હત્યા કરવાની કોશીશ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવાપુર શહેર વિસ્તારમાં આવેલા લાખાની પાર્કમાં પ્લોટ નં.78 અને સર્વે નં.127માં રહેતા વૈભવ સખારામ ગાવીત (ઉ.વ.33)નાં ઘરની સામે તારીખ 3 જુન રવિવારનાં રોજે સાજે 5 વાગ્યાનાં સમયે માપેડ નંબર GJ/26/AD/5171 લઈને મુકેશ ઉર્ફ સુરેશ ગાવીત (રહે.જામતલાવ) અને તેની સાથે એક સગીર યુવક આવ્યા હતા.


બંનેએ વૈભાવ ગાવીતને બોલાવી કહ્યું હતું કે, તારા મિત્રએ મારા મોટા ભાઈ પરેશ સાથે ઝઘડો કરીને માર માર્યો હતો હું તને છોડીશ નહી એટલું કહી ચપ્પુ કાઢી વૈભાવ ગાવીતનાં પેટમાં હુલાવ્યું હતું. તેણે મુકેશાનાં હાથમાંથી ચપ્પુ ઝુંટવી લીધુ હતું. મુકેશ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયો હતો તેની સાથેના સગીર યુવકે પણ લોંખડનો સળીયો વૈભવના માથામાં મારી હત્યાની કોશીશ કરી હતી. સમયે ત્યાં હાજર બિલાલ અહમદ શેખ, સલીમ મન્સુરી (રહે.ગાઝી નગર, નંદુરબાર)એ સગીર યુવકના હાથમાંનો લોંખડનો સળીયો પકડી લીધો હતો. ઘટના અંગે વૈભાવે નવાપુર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે મુકેશ ગાવીત અને એક સગીર યુવક સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application