નિઝર તાલુકાનાં નવલપુર ગામની યુવતીનાં છેલ્લા દસેક વર્ષથી મહારાષ્ટ્રનાં નંદુરબાર જિલ્લામાં આવેલ ઉંમરદા (કોઠલી) ખાતે લગ્ન થયાં હતા. જે યુવતી લાંબા સમયથી બીમાર રહેતી હોવાથી ચારેક દિવસ પહેલા જ સાસરી માંથી તેમના પિયર નિઝરનાં નવલપુર ગામ ખાતે પિતાના ઘરે આવી અને પિતા સાથે રહેતી હોય, જે યુવતીનાં સગા નાનાભાઈએ બીમાર બહેન ઉપર છરી વડે હુમલો કરી દેતા યુવતીને ગંભીર ઇજા પહોંચતા 108ની મદદથી ઉચ્છલ ખાતે આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે વ્યારા ખાતે આવેલ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નિઝર તાલુકાનાં નવલપુર ગામના રહેવાસી અંબાલાલભાઈ જોલુભાઈ વળવીની પુત્રી ચમીલાબેનનાં લગ્ન મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના ઉમરદા (કોઠલી) ગામના રહેવાસી રાજેશભાઈ ભાઈદાસભાઈ પ્રધાન સાથે આશરે દસ વર્ષ પહેલા થયાં હતા. જે ચમીલાબેન લાંબા સમયથી બીમાર રહેતા હોવાથી ચારેક દિવસ પહેલા સાસરીમાંથી તેમના પિયરમાં પિતાના ઘરે આવ્યા હતા. જેથી ચમીલાબેનનો નાનોભાઈ ઓમલાલ અંબાલાલભાઈ વળવી દ્વારા પિતા અંબાલાલભાઈને કહેવા લાગેલ કે, આ ચમીલાબેન બીમાર છે. આપણા ઘરે કેમ રાખો છો તેમને તેમના પતિના ઘરે મોકલી દો, કહીને એકદમ ઉશ્કેરાઈ જઈને નાના ભાઈએ બહેનનો હાથ પકડીને ધક્કો મારી દેતા, પિતા કહેવા જતા કે, કેમ બહેનને ધક્કો મારો છો.
જેથી માથા ભારે ભાઈ એકદમ ઉશ્કેરાઇ જઈને ગાળો આપી, હાથમાં રહેલ નાની છરી વડે ચમીલાબેનના છાતીના ભાગે, જમણી બાજુ પાસળીના ભાગે મારી દેતા બહેન લોહી લુહાણ થઇ ગઈ હતી. પિતાએ બુમાબુમ કરતા પરિવારનાં સભ્યો તેમજ આજુબાજુ માંથી લોકો ભેગા થઇ ગયા હતા અને 108ની મદદથી ઉચ્છલ ખાતે આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે વ્યારા ખાતે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાબતે નિઝર પોલીસ સ્ટેશનમાં પિતા અંબાલાલભાઈ વળવી દ્વારા નાના પુત્રનાં વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500