નવસારી નગરપાલિકાના વોર્ડ નંબર-13માં આવેલા દશેરા ટેકરી પાસેના 25 ગાળા વિસ્તારમાં આજથી આશરે 40 દિવસ પહેલા પાલિકા દ્વારા ગટરની મરામત માટે ખોદકામ કરવામાં આવ્યું હતું, જે ખોદકામ ખુલ્લું મૂકી આજદિન સુધી કામ પૂર્ણ થયું નથી. જેને લઇને ખુલ્લી ગટરને કારણે અનેક સ્થાનિકોને બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ ત્યાં સુધી ચીમકી ઉચ્ચારી છે કે, જો દિવાળી પહેલા આ ખોદાયેલી ગટરનું કામપૂર્ણ ન થાય તો અમે ભેગા મળીને પાલિકા પ્રમુખના ઘર ઉપર આ ગંદા પાણીનો છંટકાવ કરીશું. આ ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે સ્થાનિકો પાલિકાના કર્મચારી કામ ન કરવાને લઈને જનતા કેટલી ત્રાસી ગઈ છે.
જોકે, આ વિસ્તારમાં 3 નગરસેવકોને મહત્વની કમિટી સોંપવામાં આવી છે છતાં આ વિસ્તારમાં અનેક વખત ગંદુપાણી, પીવાના પાણીની અછત જેવા પ્રશ્નો સામે પણ સ્થાનિક લોકો ઝઝુમતા જોવા મળે છે. અહીંના નગર સેવક વિજય રાઠોડ રજૂઆતો કરીને થાકી ગયા હોવા છતાં પાલિકા કર્મીઓ લોકપ્રતિનિધિની રજુઆત પણ સંભળાવા તૈયાર નથી તો સામાન્ય લોકોના કામ કઈ રીતે થતા હશે તે તો હવે રામ જ જાણે અને આ વિસ્તારમાં રહેતા રહેતા કપિલ ટેલરના જણાવ્યા મુજબ, 40 દિવસથી પાલિકા ખાડો ખોદી ગઈ છે જેમાં ફક્ત 2 દિવસ કામ કરવામાં આવ્યું છે અને કામ પૂરું ન થતા ખુલ્લી ગટર માંથી વાસ આવતી હોવાથી ગટર પાસે રહેવું પણ મુશ્કેલ બન્યું છે જેથી 4 થી 6 લોકોને ઝાડ ઉલ્ટીના કેસ પણ સામે આવ્યા છે. છોકરાઓ રમતા નીચે પડ્યા તો મોટો અકસ્માત થઈ શકે છે. જેથી અમારી સમસ્યાનો જો કોઈ સમાધાન નહિ આવે તો અને કામ પૂર્ણ ન કરવામાં આવે તો અમે ભેગા મળીને પાલિકા પ્રમુખના ઘર ઉપર આ ગંદા પાણીનો છંટકાવ કરીશું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500