Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંતર્ગત શાળામાંથી અધવચ્ચેથી ઉઠી ગયેલા ૦૬ થી ૧૮ વર્ષની વયજૂથનાં બાળકોની ઓળખ માટે સર્વે હાથ ધરાશે

  • June 18, 2022 

સમગ્ર શિક્ષા નવસારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નવસારી અંતર્ગત ૦૬ થી ૧૮ વર્ષની વયજૂથના શાળાએ ન ગયેલા અને શાળામાંથી અધવચ્ચેથી ઉઠી ગયેલા ૦૬ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોની ઓળખ માટે સર્વે જૂન-૨૦૨૨ દરમિયાન થનાર છે. છેલ્લા બે વર્ષથી ચાલી રહેલ કોવિડ-૧૯ બિમારીના ભયથી શાળાએ ગયા ન હોય તેવા તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારની આસપાસ કે જયાં સ્લમ વિસ્તાર, ઝુંપડપટૃી વિસ્તાર, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ધાર્મિક સ્થળો, ફેકટરી વિસ્તાર, વર્ક સાઇડ કે જયાં રખડતા-ભટકતા, ચા ની કિટલી પર કામ કરતાં બાળકો જોવા મળે તો આ બાળકોને નજીકની સરકારી શાળામાં અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૧૭૦૯ પર સંપર્ક કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, નવસારીની યાદીમાં જણાવાયું છે. (ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application