નવસારીમાં ભાજપનો કોર્પોરેટર વ્યાજખોર નીકળ્યો છે.પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન સામે ફરિયાદ એક મહિલાએ ફરિયાદ નોઁધાવી છે. મહિલાએ જગદીશ મોદી અને તેમના ભાઈ કિરણ મોદી સામે ફરિયાદ કરી છે. જેમાં મહિલાએ દાગીના ગીરવે મૂકીને 49 લાખ રુપિયા લીધા હતા. 1.19 કરોડ રુપિયા ચૂકવવાની ધમકી આપતા બંને ભાઈઓ સામે ફરિયાદ નોંધાઈ છે.
1 ટકાને બદલે 2.5 ટકા વ્યાજ આપવા દબાણ કર્યું
નવસારીમાં ભાજપના રાજમાં ભાજપી કોર્પોરેટર જ વ્યાજખોર નીકળ્યો છે. એક તરફ ગુજરાત સરકારની ગેરકાયદેસર નાણાં ધિરધાર પ્રવૃત્તિ સામે મેગા અભિયાન ચલાવી રહ્યું છે. ત્યારે નવસારી વિજલપોરનો નગરસેવક જ ખુલ્લેઆમ આ રીતે પ્રવૃત્તિ ચલાવે છે. નવસારી વિજલપોર પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન જગદીશ મોદી અને તમેના ભાઈ કિરણ મોદી સામે મહિલાએ ફરિયાદ નોંધાવી છે.
ભાજપી નગરસેવક જગદીશ મોદી અને તેના ભાઈ કિરણ મોદી વિરૂદ્ધ વિજલપોર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.
પાલિકાના બાંધકામ ચેરમેન જગદીશ મોદીના વ્રજ જવેલર્સમાં મહિલાએ દાગીના ગીરવે મૂકી 49 લાખ રૂપિયા 1 ટકા વ્યાજે લીધા હતા. વ્યાજખોર નગરસેવક અને તેના ભાઈએ બાદમાં મહિલાને 1 ટકાને બદલે 2.5 ટકા વ્યાજ આપવા દબાણ કર્યુ હતું. જેથી ભોગ બનનાર મહિલાએ ભાજપી નગરસેવક જગદીશ મોદી અને તેના ભાઈ કિરણ મોદી વિરૂદ્ધ વિજલપોર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. બંને ભાઈઓ સામે 49 લાખ તથા અઢી ટકા વ્યાજ પ્રમાણે 70 લાખ મળી કુલ 1.19 કરોડ રૂપિયા ચૂકવવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500