એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં નાંદોદ ધારાસભ્યના અધ્યક્ષતામાં કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો. તાલુકા પ્રોગ્રામ અંતર્ગત નાંદોદમાં નવજાત શિશુઓ, ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો, કિશોરીઓ અને સગર્ભા માતાઓના આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપવા નાંદોદ તાલુકામાં ૩૦૨ સ્વ સહાય જૂથોને જોડવામાં આવ્યા છે. નાંદોદ તાલુકા પંચાયત ખાતે યોજાયેલા સ્વ સહાય જૂથોમાં ૧૫૧ જૂથોને અગાઉ કેશ ક્રેડિટ લોન આપવામાં આવી હતી અને અને બાકી રહેલા જૂથોને પ્રોત્સાહન આપવા અને આર્થિક સ્વ રોજગારી માટે આજરોજ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ કેમ્પ દરમિયાન ૭૪ જેટલા સ્વ સહાય જૂથોને રૂ.૩.૧૦ કરોડનું વિવિધ બેંકો દ્વારા કેશ ક્રેડિટ લોન ધિરાણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન નાંદોદ ધારાસભ્યએ સ્વ સહાય જૂથની બહેનોને તાલીમો મેળવી અને મળતી મળતી રકમનો સ્વ રોજગારી માટે કેવી રીતે ઉપયોગ કરવું જોઈએ એ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ વેળાએ મહાનુભવોના હસ્તે સ્વ સહાય જૂથની બહેનોને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે બેંક મેનેજરશ્રીઓના સહયોગ બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતાં. સ્વ સ્વ સહાય જૂથની બહેનોએ પોતાના અનુભવો રજુ કરીને બીજી બહેનોને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application