Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાંદોદનાં પલસી ગામે ખેતરમાં કામ કરતી મહિલાને સાપે ડંખ મારતાં સારવાર દરમિયાન મોત

  • August 23, 2023 

નર્મદાનાં નાંદોદ તાલુકાનાં પલસી ગામનાં ખેતરમાં નિંદામણ કરતી મહિલાને સાપે ડંખ મારતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નાંદોદનાં પલસી ગામે રહેતા સરોજબેન સુરેશભાઇ વસાવા નાઓ પોતાના કપાસનાં વાવેતરવાળા ખેતરમાં નિદાંમણનું કામ કરતી હતી. તે વખતે જમણા હાથની વચલી આંગળીમાં કોઇ ઝેરી સાપ કરડી જવાથી પ્રાથમીક સારવાર સિવિલ હોસ્પિટલ રાજપીપલા ખાતે કરાવી હતી. ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે એસ.એસ.જી.હોસ્પિટલ વડોદરા ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં તેમનું સારવાર દરમ્યાન મોત થતાં રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application