Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાગપુરમાં બે અધિકારીઓ સહિત ચાર લોકો 10 લાખની લાંચમાં કેસમાં ઝડપાયા

  • January 05, 2024 

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેસન (સીબીઆઈ)એ નાગપુરમાં પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફટી ઓર્ગેનાઈઝેશન (પેસો)ના બે અધિકારીઓ સહિત ચાર લોકોની રૂપિયા 10 લાખની લાંચના કેસમાં ધરપકડ કરી છે. એડન્સીએ આરોપીના નિવાસસ્થાન અને ઓફિસમાં દરોડા પાડી રૂપિયા 2.15 કરોડ જપ્ત કર્યા હતા. રાજસ્થાનની કેમિકલ કંપનીને વધારાના ડિટોનેટર બનાવવાની મંજૂરી આપવા માટે રૂપિયા 10 લાખની લાંચ માંગવામાં આવી હતી. સીબીઆઈની એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા નોંધાયેલ એફઆઈઆર મુજબ ધરપકડ કરાયેલામાં નાગપુરના રહેવાસી પ્રિયદર્શન દિનકર દેશપાંડે, રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાની સુપર શિવશક્તિકેમિકલ કંપનીના ડાયરેકટર દેવીસિંહ કછવાણ, પેસોમાં કામ કરતા બે ડેપ્યુટી ચીફ કન્ટ્રોલર ઓફ એક્સપ્લઝિવનો સમાવેશ છે.



પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફટી ઓર્ગેનાઈઝેશન (પેસો)ની મુખ્ય કચેરી નાગપુરમાં છે. દેશભરમાં વિસ્ફોટકો બનાવતી કંપનીઓને અહીં લાઈસન્સ આપવામાં આવે છે. આ સિવાય કંપનીઓના કાર્ય અને ઉત્પાદન પર પણ નિયંત્રણ રાખવામાં આવે છે. પેસોની ઓફિસના કેટલાક અધિકારીઓ વિસ્ફોટકો બનાવતી કંપની સામે કાર્યવાહી કરવાની અને વિસ્ફોટક ઉત્પાદનના લાઈસન્સ રદ કરવાની ધમકી આપીને લાખો રૂપિયાની લાંચ તેના હેઠળની માહિતી મળ્યા બાદ સીબીઆઈએ તપાસ હાથ ધરી હતી. એફઆઈઆર મુજબ વચેટિયા તરીકે કામ કરતા નાગપુરના દેશપાંડેએ રાજસ્થાનના દેવીસિંહની કંપનીના કામ માટે પેસોના અધિકારીને લાંચ આપવા મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.



આરોપી દેવીસિંહ તેની કંપનીમાં માર્ચ 2024 સુધીમાં ઈલેક્ટ્રોનિક ડિન્ટોનેટર ઉત્પાદન ક્ષમતાનો 75 ટકા સુધી ઉપયોગ કરવા માગ્યો હતો. આરોપી અધિકારીઓએ કથિત રીતે આ સુવિધા માટે કંપનીના હાલના લાઈસન્સમાં સુધારાની પરવાનગી માટે લાંચ માગી હતી. નાગપુરમાં સેમીનરી હિલ્સ વિસ્તારમાં પેસોની ઓફિસની નજીક એક ટાઈપિંગ શોપમાં રૂપિયા 10 લાખની લાંચ આપતા આરોપીઓને સીબીઆૂએ ઝડપી લીધા હતા. ત્યારબાદ એજન્સીએ દેશપાંડેના નિવાસસ્થાનેથી રૂપિયા 1.25 કરોડ અને પેસોના એક અધિકારીની ઓફિસમાંથી રૂપિયા 90 લાખ જપ્ત કર્યા હતા.કેસ નોંધી સીબીઆઈના ડેપ્યુટી ઈન્સ્પેકટર જનરલ સલીમ ખાનના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News