વાપીનાં કરવડ ગામે સિદ્ધાર્થ નગર ખાતે આવેલ પરમ બિલ્ડીંગમાં રસ્તામાં અડચણ થાય તે રીતે મૂકેલી કાર હટાવવા કહેતા બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની હતી. આ ઘટનામાં પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કરવડ ગામે બનેલી આ ઘટનામાં ફરિયાદી મોહમ્મદ ઉંમર મોહમ્મદ સિદ્દીકી ખાન એ આરોપી મિરાજ શેખ નિશાળ શેખ અને શાબાન શેખ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તારીખ ૧૦માં રોજ પોતાની ગાડી અર્ટીકા નંબર જીજે/૧૫/સીકયુ/૯૭૮૬માં છોકરાને ધરમપુર રાજચંદ્ર હોસ્પિટલમાં સારવાર અપાવી અર્ટીકા ગાડી પોતાના ગોડાઉન સામે રોડ સાઈડ એ પાર્ક કરી હતી.
તે સમયે મિરાજ શાહ મહમદ શેખ ગોડાઉન ઉપર આવીને કહેવા લાગેલ કે તમારી અર્ટીકા કારને રોડ ઉપરથી હટાવી દો મારે અડચણ થાય છે. તેથી તેમમે મારે થોડું જ કામ બાકી છે તે પછી ઘરે જ નીકળી જવાના છીએ, આમ કહેતા આરોપી ઉશ્કેરાઈ જઈ અપશબ્દ બોલવા લાગેલા અને તેમના છોકરા નિશાર તથા શાંબાને આવીને મને તેમના દીકરા અબુબક્કર સાથે ઝપાઝપી કરી ઢિક મૂકીને માર મારવા લાગ્યો હતો જેમાં અબુ બકરનો દાંત તૂટી ગયો હતો તથા ડાબી બાજુના કાન ઉપર ગંભીર ઈજાઓ થતા લોહી નીકળવા લાગ્યું હતુ. આજુબાજુના લોકો ભેગા થઈ જતા તેને વધુ મારથી બચાવેલા. ઘવાયેલા અબુબક્કરને વાપીની ઉપા સેલ્બી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યારે સામા પક્ષે મિરાજ શાહ મોહમ્મદ શેખે આરોપી મોહમ્મદ ઉમર મોહમ્મદ સિદ્દીકી ખાન, અબુ બકર મોહમ્મદ ઉમરખાન, જયદ મોહમ્મદ ઉંમરખાન તથા ખુરશીદ અબ્દુલ રસીદ ખાન સામે આપેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તારીખ ૧૦ના રાત્રિના ૧૦:૩૦ વાગ્યે ગોડાઉન ઉપરથી ઘરે જતા હતા. તે સમયે આરોપી મોહમ્મદ ઉંમર મોહમ્મદ સિદ્દીકી ખાન એ પોતાની અર્ટીકા ગાડી તેમના ઘોડાઓના આવવા જવાના રસ્તા ઉપર પાર્ક કરી હોય તે હટાવી લેવા કહેતા આરોપી ઉશ્કેરાઈને ફરિયાદી તથા તેના છોકરાને લાકડાના દંડાથી માંર માર્યો હતો જેમાં શબાંનને લાકડાના ઠંડાથી જમણા પગમાં ઘૂંટણમાં માર મારતા ગંભીર ઈજા પહોચી હતી. આ બંને ફરિયાદ અંગે ડુંગરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500