Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાનાં જોળવા ગામે શાળાનાં વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોએ ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરી

  • August 15, 2023 

રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ઉજાગર કરતા 'મારી માટી મારો દેશ' અભિયાનની દેશ-રાજ્યવ્યાપી ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે પલસાણા તાલુકાના જોળવા ગામે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ પાંચ થીમ આધારિત આ કાર્યક્રમની ઉજવણી કરી હતી. આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ દેશના વીર સપૂતોને નમન કરતા ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ અન્વયે જોળવા ગામની પ્રાથમિક શાળાઅને આંગણે વીર શહીદોના નામ સાથેની શિલાફલકમનું અનાવરણ કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. સાથે જ વસુધા વંદન કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ અને વીરોને વંદન કરી હતું. અને અંતમાં રાષ્ટ્રગાન સહિત ધ્વજવંદન કરી સેલ્ફી લીધી હતી. આ પ્રસંગે ગામના અગ્રણીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લઈ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો ઉત્સાહ દર્શાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application