Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગરમાં શિક્ષિકાનું ATM કાર્ડ ચોરી તેમાંથી તબક્કાવાર 1.20 લાખ રૂપિયા ઉપાડી લેવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો

  • December 22, 2023 

ગાંધીનગરમાં હાલમાં ઓનલાઇન છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે રાંધેજામાં આવેલી શાળના શિક્ષિકાનું ATM કાર્ડ ચોરીને તેમાંથી તબક્કાવાર 1.20 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા જે દર્ભે સાયબર ક્રાઇમ પોલીસ માં ફરિયાદ બાદ સાથી શિક્ષિકાએ શાળાના લોકર રૂમમાંથી ATM કાર્ડ  ચોરીને તેના પતિ અને અન્ય એકની મદદથી તબક્કાવાર રૂપિયા ઉપાડયા હોવાનું બહાર આવ્યું છે. આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, રાંધેજાના શ્રીજી બંગલોઝ ખાતે રહેતા મોહિનીબા રાંધેજા ગામમાં આવેલી જે એસ પટેલ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે તેમની શાળાના લોકરમાંથી એટીએમ કાર્ડની ચોરી થવા પામી હતી અને ત્યાર બાદ 22 નવેમ્બરથી લઇને તા.2જી ડિસેમ્બર દરમ્યાન ખાતામાંથી અલગ અલગ તબક્કે 1.20 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા.



ચોરી અંગે તેમના ભાઇ કિશનસિંહ રણજીતસિંહ બિહોલા દ્વારા સાયબર ક્રાઇમ પોલીસમાં અરજી આપવામાં આવી હતી અને તેના આધારે પોલીસ ટીમ દ્વારા બેંકના CCTV ફુટેજ તેમજ અન્ય બાતમીદારોને સક્રિય કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ATMમાં રૂપિયા ઉપાડવા અજય ગોવિંદભાઇ દલવાડી (રહે.ન્યુ પુનિતનગર, ધંધુકા) જોવા મળ્યો હતો અને તેને પકડીને પુછપરછ કરતા તેના મિત્ર દર્શન કેશવભાઇ બોટદરા દ્વારા કાર્ડ આપવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું. જોકે દર્શનની પત્ની બિનલ આ જ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી અને શાળાના લોકરમાં રહેલા પાકિટમાંથી એટીએમ કાર્ડ ચોરી રૂપિયા ઉપાડવા માટે પતિને આપતી હતી. હાલ આ મામલે પોલીસ દ્વારા દંપતિ સહિત ત્રણેય વ્યક્તિઓ સામે વિશ્વાસઘાત, ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application