બારડોલીનાં ધામડોદ લુંભા ગામની નીમીત રેસીડેનસીમાં રહેતા એક મિત્રએ તેના બીજા મિત્રને સંકટ સમયે ઉછીના આપેલા રૂપિયા 5000 પરત નહીં કરતાં ધમકી આપતા ત્રણ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અંશુલસિંગ ધર્મરાજસીંગ રાજપૂત જમીન દલાલીનું કામ કરે છે. તેઓ એ/પર નીમીત રેસીડેન્સી ધામડોદ બારડોલીમાં રહે છે. તેણે મુશ્કેલીના સમયમાં તેના ખાસ મિત્ર કમલેશ જાટ (રહે.રામેશ્વર નગર બારડોલી)ને રૂપિયા 5000 ઉછીના આપ્યા હતા.
જે તે પરત કરતો ન હતો. તેના બદલામાં કમલેશ જાટે પોતાનો આઈફોન અંશુલસીંગને આપ્યો હતો. ત્યારબાદ કમલેશ જાટ અંશુલસીંગને મારવા માટે બારડોલી ગાયત્રી નગર ભરવાડ વરસાહતમાં રહેતા ભરત મેપાભાઈ ભરવાડ, રાજુભાઈ મેપાભાઈ ભરવાડને લઈને ઈનોવા ગાડીમાં અંશુલસીંગના ઘરે પહોંચ્યા હતા. આ ત્રણેયે અંશુલસીંગને ઘરમાંથી ખેંચી ઝપાઝપી ગાળો આપીને મારમારી મોબાઈલ ફોન માગ્યો હતો અને જો ફોન નહી આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે અંશુલસીંગ રાજપૂતનની ફરિયાદ લઈ કમલેશ જાટ, ભરત મેપા ભરવાડ અને રાજુ મેપા ભરવાડ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application