દિલ્હીમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જયારે મંગળવારે કોરોનાના 2,495 કેસો જાણવા મળ્યા હતા તેમાં પોઝિટીવીટી રેઇટ 15.41 ટકા હતોઅને 6 લોકોના કોરોનાને લીધે મૃત્યુ થયા હતા. આ પૂર્વે પાટનગરમાં 21મી જાન્યુ.એ પોઝિટીવીટી રેટ 18.4 ટકા નોંધાયો હતો. ઓગસ્ટ મહિનામાં જ 40 લોકોના જાન કોરોનાને લીધે ગયા હતા જે જુલાઈના અંતમાં નોંધાયેલા 10 મૃત્યુ કરતા 4 ગણા છે. આથી દિલ્હી સરકારે માસ્ક ન પહેરનારને 500 રૂપિયાનો દંડ કરવા નિર્ણય કર્યો છે. જોકે, પોતાની કારમાં રહેલાઓને માસ્ક ન પહેરવા માટે દંડ ભરવો નહીં પડે.
રાષ્ટ્રનાં પાટનગરમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2,146 કેસ મળ્યા છે. 8 લોકોના જાન ગયા છે, જે સંખ્યા છેલ્લા 6 મહિનામાં સૌથી વધુ છે. આ પૂર્વે 13 ફેબ્રુઆરીએ કોરોનાથી 12 લોકોના જીવ ગયા હતા. દિલ્હીમાં 1લી ઓગસ્ટે 2, 2જી મે 3, 3જી ઓગસ્ટે 5, 4થી ઓગસ્ટે 4, 5એ ૨, 6એ 1, 7મી ઓગસ્ટે 2, 8મીએ 6, 8મીએ 7 અને 10 ઓગસ્ટે 8 લોકોનાં મોત કોરોનાને લીધે થયા હતા. 22 જુલાઈથી 31 જુલાઈ સુધીમાં જ કોરોનાને લીધે 14 લોકોના મૃત્યુ થયા હતા. દિલ્હીમાં હજુ સુધીમાં કોરોનાને લીધે 26,351 લોકોનાં મૃત્યુ થયા છે. પાટનગરમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસ વધવા સાથે મોતનો આંક પણ વધ્યો છે.
મૃત્યુઆંક વધવા પાછળનું મુખ્ય કારણ દર્શાવતા વરિષ્ઠ તબીબો જણાવે છે દિલ્હીમાં ઓમિક્રોન BA 4 અને BA 5 સબ-વેરિયન્ટના પણ કેસો મળ્યા છે આના વિષાણુઓ ઝડપથી ફેલાય છે BA 5 સૌથી વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે તે સરળતાથી પણ ફેલાય છે તેગમે ત્યાં ફેલાઈ શકે છે તેટલું જ નહીં પરંતુ જો આપે વેક્સિન લગાવ્યું હોય કે બુસ્ટર ડોઝ લીધો હતો છતાં કોરોનાથી સંક્રમિત થવાની ભીતિ સેવાઈ રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500