Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીનાં બાબેન ગામે બેંકનું સીલ તોડી મકાનમાં ઘુસી જતા પતિ-પત્ની સામે ગુનો દાખલ કરાયો

  • October 05, 2024 

બારડોલી તાલુકાનાં બાબેન ગામે સિધ્ધિવિનાયક રેસીડેન્સીમાં રો-હાઉસ નં.૪૭નાં માલિકોએ સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી એચ.ડી.એફ.સી બેંક શાખા પરથી આ મકાન પર ઓક્ટોબર ૨૦૨૨માં ૧૬.૭૧ લાખની બેંક લોન લીધી હતી. તેનો હપ્તો માસિક ૧૪,૦૨૫ રખાયો હતો. લોનના બેંક હપ્તા લોન ધારકે નહી ભરતા બેંક દ્વારા કાર્યવાહી કરીને લોનની વસુલાત માટે મકાન સીલ કર્યુ હતું. બેંકે મારેલા સીલને તોડી લોન લેનારાએ ઘરમાં ઘુસી કબ્જો કરતા બેંકના મેનેજરે બારડોલી ટાઉન પોલીસ મથકે લોન લેનાર પતિ-પત્ની વિરૂદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે.


મળતી માહિતી મુજબ, બારડોલી ટાઉન પોલીસ મથકેથી મળતી વિગતો પ્રમાણે બાબેન ગામે સિધ્ધિ વિનાયક રેસીડેન્સી હાઉસ નં.૪૭માં રહેતા કેશવકુમાર સંતોષભાઈ કાકુલીત તેના પત્ની શીતલ કેશવકુમાર કાકુલીતે સુરત અડાજણ વિસ્તારમાં આવેલી એચ.ડી.એફ.સી બેંકમાંથી તેઓના બાબેન સ્થિત સિધ્ધિ વિનાયક રેસીડેન્સી મકાન નં.૪૭ પર રૂપિયા ૧૬,૭૧,૦૩૫/-ની લોન લીધી હતી. બેંક દ્વારા આ લોનની વસુલાત પેટે ૧૪,૦૨૫/-નો માસિક હપ્તો એવા ૩૦ હપ્તા પર આ લોન અપાઈ હતી.


લોન લેનારા કેશવકુમાર કાકુલીતે હોમ લોનના ૩૦માંથી માત્ર ૩ હપ્તા ભરીને બાકીની લોન નહી ભરતા બેંકે બાબેન ખાતેના ઘરનો કબજો લઈ સીલ મારવાની પ્રક્રિયા કરી હતી. બેંકે મારેલા સીલને ખોલી નાંખી બેંક લોનના મોર્ગેજમાં જપ્ત થયેલા મકાનમાં કેશવકુમાર કાકુલીત અને તેની પત્ની શીતલબેન કાકુલીતે ઘુસણખોરી કરતા બેંક મેનેજર વિજયભાઈ નાનાચંદ શીવેએ બારડોલી ટાઉન પોલીસ મથકે આ બંને વિરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનુ જાણવા મળ્યું હતું.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application