અંકલેશ્વરમાં ગરમી પ્રકોપ વચ્ચે માર્ગો પર ડામર પીગળતા પ્રજાને હાડમારી વેઠવાનો વારો આવ્યો છે. ચૂંટણી પૂર્વે જ પાલિકા દ્વારા ડામર રોડ બનાવ્યો હતો. અગાઉ માર્ગ અને મકાન વિભાગે ડામર લીપાપોથી બાદ પાલિકાએ પણ તેનું અનુકરણ કરતા માર્ગ પર ચાલતા લોકો ચપ્પલ સુધ્ધાં ચોંટી જવાની ઘટના સામે આવી છે. વાહનો ટાયરો પર ડામર લાગતા ગાડી સ્લીપ થવાનો ભય ઉદ્દભવી રહ્યો છે. ડામર પીગળતા તેની તીવ્ર વાસ આવી રહી છે.
અંકલેશ્વર નગરપાલિકા કચેરી બાજુમાં આવેલ પીરામણ નાકાથી મુલ્લાવાડ અને તેમજ પીરામણ નાકાથી જીઇબી કચેરી તરફ જતા માર્ગ પર ચૂંટણી પૂર્વેજ પાલિકા દ્વાર રોડ પર પડેલા ગાબડાંને લઇ ડામર વર્ક કરવામાં આવ્યું હતું.
જોકે રોડ ઉનાળાના પ્રથમ તાપમાં પીગળવાની શરૂઆત થઇ હતી. માર્ગો પરથી ડામર પીગળતા ત્યાંથી પસાર થતા લોકોની ચપ્પલો ચોંટી રહ્યા છે. વાહનો સ્લીપ થઇ રહ્યા છે. સૌથી વધુ રાહદારી વર્ગની હાલત દયનિય બની રહી છે. જેમાં ત્યાંથી પસાર થતી વેળા ચપ્પલ, બુટ ડામર પર ચોંટી જતા તૂટી જાય છે અને તેવો પણ પડી રહ્યા છે.
ત્યારે પાલિકાએ જે ઇજારદારને આ કોન્ટ્રક્ટર આપવામાં આવ્યો હતો તેના દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ ઉપયગો કરવામાં આવ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જેનું પરિણામ જનતાને ભોગવી રહી છે. ચૂંટણી પૂર્ણ થવાની સાથે હવે આચાર સહિતા પણ હતી જવા છે. અને તંત્ર દ્વારા આ ઉદ્દભવેલી સ્થિતિ માટે ડામર જરૂરી યોગ્ય ગુણવત્તા યુક્ત મટિરિયરનો ઉપયોગ કરી પુનઃમાર્ગનું સમારકામ કરે તેમજ ઇજારદારની બેકદરી સામે પગલાં ભારે તેવી માગ કરવામાં આવી હતી.(હનીફ માંજુ દ્વારા ભરૂચ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500