અમરોલી વિસ્તારમાં રહેતી યુવતીને રત્નકલાકારે પ્રેમજાળમાં ફસાવી પોતે કુંવારો હોવાનુ કહી લગ્ન કર્યા હતા અને દામ્પત્યજીવન દરમ્યાન એક સંતાન છે યુવતી્એ તેના પતિ સાથેના ફોટા ફેસબુક ઉપર મુક્યા હતા જે ફોટા જોઇને તેના ઘરે એક સ્ત્રી આવી હતી અને પોતાની ઓળખ યુવતીને તેના પતિની પત્ની હોવાનુ કહી એક સંતાન પણ હોવાનુ કહેતા પરિણીતાના પગતળે જમીન ખસી ગઈ હતી. પરિણીતાએ તેના ભાઈ સાથે મળી તપાસ કરતા હકીકત સાચી હોવાનુ બહાર આવતા ગઈકાલે પતિ સામે ફરિયાદ નોધાવી હતી.
અમરોલી પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કોસાડ રોડ સહજાનંદ પેલેસમાં રહેતા દિપાલીબેન હાર્દિક ઘનશ્યામ કાત્રોડિયા (ઉ.વ.૨૭) ગઈકાલે તેના પતિ હાર્દિક સામે ફરિયાદ નોધાવી હતી જેમાં જણાવ્યું હતું કે છ વર્ષ પહેલા કાપોદ્રા ચોપાટી ખાતે બેસવા માટે ગઈ હતી ત્યારે હાર્દિક સાથે મુલાકાત થઈ હતી અને મોબાઈલ પર વાતો કરતા બંને વચ્ચે પ્રેમસંબંધ થયો હતો. હાર્દિકે પોતે મુંબઈમાં હીરાનુ કામ કરે છે કુંવારો હોવાનુ કહી લગ્ન કરવાની વાત કરી હતી.દીપાલીએ તેના પરિવારમાં વાત કરતા સહમતી આપી હતી.
હાર્દિકે તેના માતા પિતા વતનમાં રહે છે અને તેને પરિવારના સભ્યોએ મિલકતમાંથી કાઢી મુક્યો હોવાનું કહ્યું હતું. દિલાપી અને હાર્દિકના ગત ૨૬ માર્ચ ૨૦૧૮ના રોજ લગ્ન કર્યા હતા. એક મહિના બાદ કોસાડ રોડ ખાતે રહેવા આવ્યા હતા. અઠવાડિયા બાદ હાર્દિક મુંબઈમાં કામ પર જવાનું કહી નિકળી ગયો હતો અને શનિ-રવિ અને જાહેર રજાના દિવસે મળવા આવતો હતો દોઢ બે વર્ષ પહેલા દીપાલીને તેના પડોશી અને સંબંધીઓએ હાર્દિક વરાછા મીનીબજાર ખાતે કામ કરે છે. અને તેના લગ્ન થઈ ગયા છે અને સંતાનમાં એક દીકરો હોવાનુ કહ્નાં હતુ. આ અંગે હાર્દિકને પુછતા ખોટુ હોવાનુ જણાવ્યું હતુ દરમ્યાન દીપાલીએ હાર્દિક સાથેના ફોટા ફેસબુક ઉપર અપલોડ કર્યા હતા તે વખતે એક સ્ત્રી તેના ઘરે આવી હું હાર્દિકની પત્ની છું અને અમારે એક સંતાન છે તુ હવે ફેસબુક ઉપર ફોટો ન મુકતા તેમ કહ્યું હતુ.
દિપાલીએ હાર્દિકને વાત કરતા તેણે પોતાની ભાભી હોવાનું જણાવી આપડા સંબંધો તોડાવવા માટે ખોટુ બોલે છે તેમ કહી વિશ્વામસાં લીધો હતો ત્યારબાદ હાર્દિકે ધીરેધીરે ઘરે આવવાનું બંધ કરી દીધુ હતુ અને આવતો ત્યારે છોકરાને રમાડી દિપાલી સાથે ઝઘડો કરી મારઝુડ કરતો હતો. દિપાલીને શંકા જતા તેના ભાઈ સાથે મળી તપાસ કરતા કામરેજમાં એલ્પલાઈન ગ્રીન વેલી ખાતે તેના માતા પિતા અને પત્ની રીન્કલ મળી આવ્યા હતા દિપાલીને ખ્યાલ આવી ગયો કે હાર્દિકે તેને પોતે કુંવારો હોવાનુ કહી લગ્ન કર્યા છે બનાવ અંગે ગઈકાલે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500