અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઇને શહેર પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. જોકે ગતરોજ પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રથયાત્રાના રૂટ પર મેગા રિહર્સલ કરીને બંદોબસ્તની સમીક્ષા કરી હતી. અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં 101 જેટલા ટ્રક જોડાશે અને આ ટ્રકના યોગ્ય વ્યવસ્થાપન માટે પોલીસ દ્વારા ટ્રકોમાં GPS લાગાવાશે તેમજ દરેક ટ્રકમાં પોલીસના 4 જવાન તહેનાત રહેશે.
આ ઉપરાંત દરેક ટ્રકે એક PI અને એક PSI તેમજ 20 જેટલા પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રામાં પોલીસ અધિકારીઓ, લશ્કરી-અર્ધ લશ્કરી દળના જવાનો સાથે 25 હજાર પોલીસ કર્મચારીઓ સુરક્ષા માટે બંદોબસ્તમાં તહેનાત રહેશે. રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસે દરેક વિસ્તારમાં આવેલા શાંતિ સમિતિના સભ્યો સાથે, મહોલ્લા કમિટીના સભ્યો સાથે તેમજ મહિલા કમિટીના સભ્યો સાથે છેલ્લા એક મહિનાથી મીટિંગો શરૂ કરી હતી.
આ વર્ષે 1224 શાંતિ સમિતિની મીટિંગ, 773 મહોલ્લા કમિટિની મીટિંગ તેમજ 226 મહિલા સમિતિની મીટિંગ કરવામાં આવી હતી. રથયાત્રાના પસાર થનાર રૂટ ઉપર 1500 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 3 હાજર પોલીસ કર્મચારીઓ બોડી વોર્મ કેમેરાથી રથયાત્રાનું મોનિટરિંગ કરશે તેમજ પોલીસે કેમેરા માટે 5 મોબાઈલ પોર્ટેબલ પોલ ઉભા કર્યા છે. આ સાથે પોલીસનાં 127 વાહનો ઉપર પણ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્રણ ડ્રોનની મદદથી રૂટ પર સર્વેલન્સ કરવામાં આવશે. આ કેમેરાની લાઇવ ફીડ અમદાવાદ અને ગાધીનગર સ્થિતિ કંટ્રોલ રૂમથી પણ જોઇ શકાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500