અમદાવાદ શહેરમાં વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ જતાં પનાચે નામની રહેણાંક બાંધકામ સાઈટ પર કામગીરી દરમિયાન સ્લેબ તૂટી પડ્યો હતો. સ્લેબ તૂટવાની ઘટનામાં સાઇટ પર કામ કરતાં સુપરવાઈઝર યુવકનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત થયું છે. અમદાવાદ અને ગાંધીનગરની ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી વહેલી સવારે સુપરવાઈઝરનો મૃતદેહ કાટમાળ વચ્ચેથી બહાર કાઢ્યો હતો. જ્યારે આ દુર્ઘટનામાં બે મજૂરોને ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગતરોજ સાંજે પાંચથી સાડા પાંચ વાગ્યાની આસપાસ આ કન્સ્ટ્રકશન સાઈટ ઉપર સ્લેબ ભરવાનું કામકાજ ચાલી રહ્યું હતું. ત્યારે અચાનક જ સ્લેબ ધરાશાયી થયો હતો. જેમાં એક મહિલા અને એક પુરુષને ઈજા થઈ હતી. જેથી આસપાસના મજૂરો ત્યાં દોડી આવ્યા હતા. બંનેને મજૂરોએ જેમ તેમ કરીને બહાર કાઢી લીધા હતા. મજુરોને હાથે અને પગે ઈજા થઈ. મજુરોને હાથે અને પગે ઈજા થઈ હતી સાથી કામદારોએ તેઓને ત્યાં બેસાડ્યા હતા. સુપરવાઇઝર સવન પ્રજાપતિ સાઈટ પરથી ગુમ હોવાથી તે પણ સ્લેબના કાટમાળ નીચે દટાયો હોવાની આશંકાને પગલે હેવી મશીનરીથી સ્લેબ હટાવવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી હતી. આખી રાત ફાયર બ્રિગેડે ઓપરેશન કરતા વહેલી સવારે સવન પ્રજાપતિનો મૃતદેહ કાટમાળ નીચેથી મળી આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application