અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાંદલોડિયા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે દ્વારા નવનિર્મિત જગતપુર રેલવે ફ્લાય ઓવરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે અમદાવાદમાં ન્યુ રાણીપ વિસ્તારમાં ગાર્ડનનું લોકાર્પણ કર્યું હતું. આ તમામ કાર્યક્રમો બાદ અમિત શાહ એક જાહેર સભાને પણ સંબોધન કરશે. આજરોજ ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદમાં 195 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત આજે અમિત શાહ મુખ્યમંત્રી સાથે બેઠક કરશે. અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે બપોરે બેઠક યોજાશે.
બપોરે 2.30 વાગ્યે આસપાસ મહત્વની બેઠકમાં વિવિધ મહત્વના પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવામાં આવશે. રાજ્યના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં રહેશે હાજર. આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળવાની છે જે પહેલા લાખો ભક્તોએ આજે સવારે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. ગૃહમંત્રી અમિત શાહે પણ વહેલી સવારે 4 વાગ્યે જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ભાગ લીધો હતો. ગૃહપ્રધાન અમિત શાહ સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application