Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

૨૦૨૦માં ગુજરાતમાં હેલ્થ પરમિટ ૨૭,૪૫૨ લોકો પાસે હતી જે વધીને ૪૦,૯૨૧ થઈ : પરમિટ મેળવનારા લોકોની સંખ્યામાં ૪૯ ટકાનો વધારો થયો

  • December 31, 2022 

ગુજરાતમાં સાદી ભાષામાં કહીએ તો દારૂબંધી, પરંતુ આ ડ્રાય સ્ટેટમાં દારૂ સંપૂર્ણપણે નથી મળતો એવુ બિલકુલ નથી. જો ગેરકાયદેસર રીતે દારૂ લાવનારા અને દેશી દારૂ પીનારા લોકોની વાત ના કરીએ તો પણ એવા ઘણાં લોકો છે જેમને સરકાર તરફ્થી સત્તાવાર ધોરણે મંજૂરી મળી છે.


 કોરોના મહામારી દરમિયાન પણ દારૂ માટે હેલ્થ પરમિટ મેળવનારા લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. નવેમ્બર, ૨૦૨૦માં ગુજરાતમાં હેલ્થ પરિમટ ૨૭, ૪૫૨ લોકો પાસે હતી જે વધીને ૪૦,૯૨૧ થઈ ગઈ છે. આમ પરિમટ મેળવનારા લોકોની સંખ્યામાં ૪૯ ટકાનો વધારો થયો છે. આ માહિતી રાજ્યના પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટ દ્વારા પૂરી પાડવામાં આવી છે.


ઉલ્લેલખનીય છે કે નવેમ્બર ૨૦૨૧માં દારૂની પરિમટ મેળવવાનો આંકડો ૩૭.૪૨૧ હતો. બીજી તરફ દારૂની પરિમટના ભાવોમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત કેટલાક લેભાગુ તત્વો દ્વારા નશાબંધી વિભાગ અને સિવિલ હોસ્પિટલમાં ઓળખાણ હોવાનું કરીને રીતસરના તોડ કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે. જેમાં લેભાગુ તત્વો દ્વારા દારૂની પરિમટ કાઢવાના રૂ.૪૦ થી ૬૦ હજાર વસૂલવામાં આવી રહ્યા છે.



હેલ્થ પરમિટ રિન્યુ કરાવવા માટેની અરજીઓ કોરોના મહામારી દરમિયાન એકત્રિત થઈ હતી, પરંતુ આ વર્ષે તેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. માત્ર રિન્યુની વાત નથી. નવી અરજીઓ પણ મોટી સંખ્યામાં આવી છે.જેમાં મોટાભાગનાને અનિદ્રા, તાણ અને ડિપ્રેશનના કેસમાં વધારો જોવા મળ્યો છે. જૈના પરિણામે દારૂ માટેની હેલ્થ પરમિટ મેળવવા માંગતા લોકોની સંખ્યામાં પણ મેળવવા માંગતા લોકોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.હેલ્થ પરમિટ મેળવવા માટે જે નાણાંકીય યોગ્યતા પરિમાણ છે તેમાં પાછલા એક દશકથી કોઈ બદલાવ નથી આવ્યો.


પરમિટ મેળવવા માંગતા નાગરિકની વાર્ષિક આવક ૩ લાખ રૂપિયા હોવી જોઈએ. આ સિવાય તે પાછલા પાંચ વર્ષથી સમયસર આઈટી રિટર્ન ભરતો હોવો જોઈએ. પાછલા થોડા વર્ષોમાં લોકોનું જીવનધોરણ બદલાયું છે, અનિદ્રા અને તાણ જેવી સમસ્યાઓ વધી ગઈ છે. જેના કારણે પરિમટ લેનારા લોકોની સંખ્યા પણ વધી છે. પરિમટ ધરાવતી દારૂ વેચતી દુકાનોમાં પણ વેચાણ વધ્યું છે.


એક અંદાજ અનુસાર, પાછલા એક વર્ષમાં વેચાણમાં ૨૦-૨૫ ટકાનો વધારો થયો છે.પરમિટ ધરાવતા લોકોની સંખ્યા વધવાને કારણે ઈમ્પોર્ટેડ દારૂની માંગમાં વધારો જોવા મળ્યો છે.એમાંય આ વર્ષે ઈમ્પોર્ટેડ લિકરની ઉપલબ્ધિમાં ૫૦ ટકાનો વધારો નોંધાયો છે.


કારણકે જે લોકોએ હેલ્થ પરમિટ મેળવી છે તેમણે વિવિધ સ્થળોએ મુસાફરી કરી છે અને તેઓ ઈમ્પોર્ટેડ બ્રાન્ડ વિષે જાણકારી ધરાવે છે. અમદાવાદ શહેરના એરપોર્ટ પર જે ડ્યૂટી-ફી લિકર સ્ટોર છે તે મોટા ભાગે કાર્યરત નથી હોતા, જેના પરિણામે લોકો પરિમટ વાળી દુકાનોમાં ખરીદી કરવા આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application