Facebookનો ઉપયોગ કરવાવાળા અને તેની મેસેંજર એપ્લીકેશન Use કરતા હોવ તો તમારા માટે આ કામના સમાચાર છે. એક રિપોર્ટ પ્રમાણે Facebook મેસેંજરની એપ્લીકેશન ટુંક સમયમાં બંધ થવા જઈ રહી છે. કેટલાક યુઝર્સને આ બાબતે મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. જો તમે મેસેંજર દ્વારા કોઈ ચેટિંગ અથવા મેસેજ માટે મેસેંજર એપ્લીકેશનનો ઉપયોગ કરતા હોવ તો તેનો બેકઅપ જરૂર લઈ લેશો. ટેકક્રંચના રિપોર્ટ પ્રમાણે Facebook પોતાની Messenger Lite App આવતા મહિને બંધ કરી શકે છે. કંપની લાઈટ વર્જન એપનો ઉપયોદ કરનારા યુજર્સને મેસેજ સેન્ડ કરી રહી છે કે, ઓરિજનલ મેસેંનર એપનો ઉપયોગ કરે. કંપનીએ નવા યુજર્સ માટે એપ્લીકેશન ગુગલ પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે.
જો તમે પ્લે સ્ટોર પર આ એપને સર્ચ કરશો તો હવે નહી જોવા મળે. Messenger Lite App વર્તમાન સમયના યુજર્સ માટે આવતા મહિનાની તારીખ 18 તારીખથી બંધ થઈ જશે એટલા માટે એ જરૂરી છે કે, આ તારીખ પહેલા ચેટિંગ અને હાલમાં મેસેંજરમાં રહેલી જરૂરી વસ્તુઓનો બેકઅપ લઈ લો. તમને જણાવી દઈએ કે, મેટાએ વર્ષ 2016માં આ Facebook મેસેંજર એપનું લાઈટ વર્જનને શરૂ કર્યુ હતું. આ સોફ્ટવેર કંપનીએ લોકોના ધ્યાનમાં રાખીને બનાવ્યું હતું. Messenger Lite App Facebook મેસેંજરની તુલનામાં ઓછી સ્પેશ લે છે. આ સાથે પ્રોસેસિંગ ટાઈમ પણ ઘણો ઓછો લે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application