Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત વિધાનસભામાં ઈમ્પેક્ટ ફી બિલ રજૂ કરવામાં આવ્યું,જાણો આ બિલ વિશે

  • December 20, 2022 

ગુજરાત વિધાનસભાના પ્રથમ દિવસના સત્રની અંદર ઈમ્પેક્ટ ફી બિલ આજે રજૂ કરવામાં આવ્યું છે. આ બિલને લઈને ઘણા દિવસથી ચર્ચા હતી કેમ કે,ઘણી બિન અધિકૃત બિલ્ડીંગો કે રાજ્યભરમાં છે તે બિલ્ડીંગોને નિયમસર કરવાના હેતુસર આ બિલ પસાર કરવામાં આવ્યું છે.



રાજ્ય સરકાર વિધાનસભામાં ઠરાવ પસાર કર્યા પછી ગુજરાતમાં ઇમ્પેક્ટ ડ્યુટી ઓર્ડિનન્સને કાયદો બનાવવા માટે બિલ રજૂ કરાયું છે. ગુજરાત વિધાનસભામાં અનધિકૃત વિકાસને નિયમિત કરવા માટેનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. મંત્રી ઋષિકેશ પટેલે ઈમ્પેક્ટ ફી બિલ ગૃહમાં રજૂ કર્યું હતું. ખાસ કરીને બિનઅધિકૃત બાંધકામોને લાભો તેને લગતા મળશે. ખાસ કરીને 1.10.2022 પહેલાના જે બાંધકામો હતા તેને ઈમ્પેક્ટ ફીનો લાભ મળવાપત્ર થશે.



રેરાના કિસ્સામાં આ વટહુકમ લાગૂ નહીં પડે

માર્જિન અને પાર્કિંગમાં 50 ટકા ફી સાથે કાયદેસર થશે. આ નિયમ મનપા, શહેરી વિકાસ સંત્તા મંડળ અને નગર પાલિકામાં લાગુ પડશે. 50 ટકા પાર્કિંગ માટે બાંધકામ નિયમિત કરાશે. 50થી 100 મીટર સુધી 3 હજાર ચાર્જ નક્કી કરવામાં આવતો હોય છે. 100 મીટરથી વધુ માટે અંદાજિત 12 હજાર ફી નક્કી કરાઈ શકે છે. રાજ્ય સરકારે આમ વિવિધ પ્રકારે દર નક્કી કર્યા છે. ઈ નગર પોર્ટલ પરથી ઓનલાઈન અરજી થઈ શકશે.રેરાના કિસ્સામાં આ વટહુકમ લાગૂ નહીં પડે.




આંતરમાળખાકીય સવલત વિકાસ ભંડોળમાં ઈમ્પેક્ટ ફીની રકમ જમા થશે

આંતરમાળખાકીય સવલત વિકાસ ભંડોળમાં ઈમ્પેક્ટ ફીની રકમ જમા થશે. બીયુ પરમિશન અનઅધિકૃત વિકાસ તેમજ સી જીડીસીઆર કે અન્ય સબંધિત કાયદા હેઠળ એટલે કે બીયુપીને ગણી લેવામાં આવશે આ મહત્વની જોગવાઈ કરાઈ છે.




ઈમ્પેક્ટ ફીને લઈને રાજ્યપાલે બહાલી આપી

ઈમ્પેક્ટ ફીને લઈને રાજ્યપાલે બહાલી આપી છે ત્યારે અગાઉ કેબિનેટમાં રાજ્ય સરકારે આ જાહેરાત કરી હતી. રાજ્યમાં ઈમ્પેક્ટ ફીને લઈને ઘણા સમયથી રાહ જોવાતી હતી ત્યારે ઈમ્પેક્ટ ફીને લઈને અગાઉ ચૂંટણી પહેલા રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કેબિનેટ બેઠક બાદ લેવાયો હતો. ઈમ્પેક્ટ ફી મુદ્દે કેટલીક બિલ્ડીંગોના પ્રશ્નો હતા ત્યારે આ મામલે વારંવાર રજૂઆતો સરકાર સુધી પહોંચતી હતી. આજે આ બિલ રજૂ કરવામાં આવ્યું છે.



અગાઉ મળતી હતી સરકારને આ મામલે રજૂઆતો

રાજ્ય ભરની અંદર કેટલીક બિલ્ડીંગો છે તેમાં પાર્કિંગની સમસ્યાઓ શહેરોમાં છે આ ઉપરાંત અન્ય બિલ્ડીંગોમાં અનઅધિક-ત બાંધકામની ચકાસણી થઈ શકે અને તે માટે યોગ્ય નિર્ણય બાદ તેને લીગલ કરવામાં આવે તે માટે ઈમ્પેક્ટ ફીનો નિયમ લવાયો છે. ત્યારે ઈમ્પેક્ટ ફીને લઈને રેગ્યુલર કરવા માટે લોકોએ કોર્ટમાં પણ પિટીશન પણ દાખલ કરી હતી. જેમાં સુધારો રાજ્યપાલને મોકલાયો હતો જેમાં નવા સુધારાને બહાલી આપવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application