Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અભણ વ્યક્તિને મૃત બતાવી, ખોટા સર્ટિફિકેટ્સ બનાવી સરકારી યોજના હેઠળ વીમાના રૂ. 2 લાખ ચાઉં કરનારા ભેજાભાજ આરોપીની ધરપકડ

  • May 15, 2023 

બનાવમાં રમેશભાઈ ઠાકોરે ફરિયાદ નોંધાતા શિહોરી પોલીસે એક ભેજાભાજ આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.કાંકરેજ તાલુકાના કસરા ગામે રહેતા રમેશભાઈ ઠાકોર અભણ હોવાથી મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. એક વર્ષ અગાઉ તેઓ દેવપુરા ગામના જયંતી ઠાકોર નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા અને તે સમયે જયંતી ઠાકોરે પાટણના રહેવાસી કરણસિંહ રબારી સાથે મળી રમેશભાઈ ઠાકોરનું થરા ખાતે આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં ખાતું ખોલાવ્યું હતું. બેંકમાં ખાતું ખોલાવવા માટે પણ પૈસા જયંતી ઠાકોરે આપ્યા હતા. તેમ જ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના અંતર્ગત વીમો પણ લેવડાવ્યો હતો અને વારસદાર તરીકે તેમના મોટાભાઈનું નામ લખાવ્યું હતું.




બાદમાં અઠવાડિયા અગાઉ બેંકમાંથી એક ટપાલ આવી હતી, જેમાં રમેશભાઈ ઠાકોરનું મોત થતાં બે લાખ રૂપિયાની રકમ ચુકવાઇ હોવાનું જાણવા મળતા તેઓ ડઘાઈ ગયા હતા. જે બાદ આ સમગ્ર મામલે રમેશભાઈએ તપાસ કરતા જયંતી ઠાકોરે રમેશભાઈ ઠાકોરનું ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સમાંથી વીમો લઈ રમેશજીના મૃત્યુના ખોટા સર્ટિફિકેટો બનાવી 2 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ પાસ કરાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે રમેશભાઈ ઠાકોરે શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે શિહોરી પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી હતી અને ગણતરીના દિવસોમાં જ ખોટા ડોક્યુમેન્ટ બનાવી રમેશભાઈ ઠાકોર અને બેન્ક સાથે છેતરપિંડી આચરનાર જયંતી ઠાકોરની અટકાયત કરી અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application