Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં આદિવાસીની જમીન ઉપર ગેરકાયદેસર ખોદકામ અને બાંધકામ,લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા રજૂઆત

  • July 22, 2022 

તાપી જિલ્લામાં ખાસ કરીને ગરીબ આદિવાસીઓની સોનાની લગડી સમાન જમીન ઉપર નજર જમાવી બેઠેલા કેટલાક બિલ્ડરના રૂપમાં ભૂમાફિયાઓએ યેનકેન પ્રકારે આદિવાસી જમીન માલિકોને આર્થીક મદદ કરવાના બહાને જમીન પચાવી લેતા હોય છે.આવા ભૂમાફિયાઓ તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના મેળાપીપણામાં જરૂરી દસ્તાવેજો ઉભા કરી સરકારી જમીન ઉપર પણ કબજો કરી રહ્યા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે,જોકે તંત્રની પ્રમાણિક સમિતિ માનવામાં આવતી લેન્ડ ગ્રેબિંગ સમિતિમાં રજૂઆત થતા કસુરવારો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે.તે એક કાબિલે તારીફ છે.


વધુ એક લેન્ડ ગ્રેબિંગનો કિસ્સો પ્રકાશમાં આવ્યો

તાપીના સોનગઢમાં ચાર વ્યક્તિઓએ સરકારી જમીન નોટોરાઈઝ્ડ કરી વેચી નાખી અને જમીન ઉપર ગેરકાયદેસર પાકું બાંધકામ પણ કરી દીધું જોકે તંત્રના ધ્યાને આવતા કસુરવારો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે,આ મામલે અત્યારસુધી  કસુરવારોને જેલ ભેગા પણ કરવામાં આવ્યા નથી.ત્યારે વધુ એક લેન્ડ ગ્રેબિંગનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.વ્યારાના તાડકુવામાં આદિવાસીની જમીન ઉપર ગેરકાયદેસર ખોદકામ અને બાંધકામ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહીના માંગ કરાઈ છે.


સરકારી રસ્તામાં ગ્રામ પંચાયતની પરવાનગી વગર ૫ ફૂટ ખોદી નાખવામાં આવ્યું 

મળતી માહિતી મુજબ વ્યારાના તાડકુવા ગામે આવેલ બ્લોક નંબર ૧૦૦ વાળી જમીનના માલિક શ્રી અંબિકા કો.ઓ.હા.સો.લિ. તેના પ્રમુખ ડાહ્યાભાઈ મણીભાઈ પટેલ દ્વારા બ્લોક નંબર ૧૦૦ વાળી જમીનની બાજુમાથી પસાર થતો સરકારી રસ્તામાં ગ્રામ પંચાયતની પરવાનગી વગર ૫ ફૂટ ખોદી નાખવામાં આવ્યું છે અને એ રસ્તા પર ગેરકાયદેસર રીતે ગેટનું બાંધકામ ઉભું કર્યું છે,જો આ ગેટનું બાંધકામ અને સરકારી જમીનમાં બનાવેલ ગેરકાયદેસર કમ્પાઉન્ડ વોલ દુર કરવામાં નહીં આવે તો અરજદાર મહેન્દ્રભાઈ ઢોડીયાને તેઓની જમીનમાં જવામાં ખુબજ તકલીફ પડે એમ છે.તેમજ ૫ ફૂટ ખોદેલ રસ્તો તાત્કાલિક બનાવી આપવા વિનંતી કરવામાં આવી છે.


આદિવાસીઓના હિતમાં કામ કરતા સંગઠનોએ પણ આગળ આવવું જોઈએ 

વધુમાં અરજદારના જણાવ્યા અનુસાર અહીં અગાઉ ડામર રસ્તો હતો જેથી જમીન ઉપર ગેરકાયદેસર ખોદકામ અને બાંધકામ કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરી લેન્ડ ગ્રેબિંગનો કેસ કરી અરજદાર મહેન્દ્રભાઈ ઢોડીયાએ ન્યાયની માંગ કરી છે. નહીં તો કચેરીએ ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલન કરવું પડશે.આ મામલે આદિવાસીઓના હિતમાં કામ કરતા સંગઠનોએ પણ આગળ આવવું જોઈએ અને મદદ કરવી જોઈએ.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application