વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી પૂર્વ વિસ્તારમાં બજાર સહિત અન્ય વિસ્તારોમાં ત્રાટકતી કોર્પોરેશનની દબાણ શાખાએ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સપાટો બોલાવ્યો છે. નટુભાઈ સર્કલથી સેવાસી-ગોત્રી સુધીના હંગામી દબાણ લારી ગલ્લા પથારાનો સફાયો કર્યો છે જ્યારે બીજી બાજુ ગોત્રી પોલીસ સ્ટેશનની પાસે ગેરકાયદે ઝૂંપડું અને પાકી ઓરડીનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. સવારથી શરૂ થયેલી કામગીરી મોડી સાંજ સુધી ચાલવાની શક્યતા સેવાય રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય દિવસથી મંગળ બજાર વિસ્તારમાં પાલિકાનું સતત પેટ્રોલિંગ ચાલતું હતું અને ગેરકાયદે લારી ગલ્લા પથારા અને દુકાનોના લટકણીયા લટકતા બંધ કરાવી દબાણ શાખા એવિસ્તારનો ટ્રાફિક સરળ બનાવાયો હતો. જ્યારે છેલ્લા કેટલાય વખતથી પાલિકાની ગેરકાયદે દબાણની કામગીરી લગભગ બંધ જેવી હાલતમાં હતી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં નટુભાઈ સર્કલથી સેવાસી ગોત્રી સુધીના હંગામી લારી ગલ્લાના દબાણો ઢોરવાડા ઝૂંપડા પર દબાણ શાખા દબાણ શાખાની ટીમે સપાટો બોલાવ્યો હતો. આ કામગીરી દરમિયાન વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા અને તમાશો જોવા એકત્ર થયા હતા પરંતુ ગોત્રી પોલીસ સ્ટાફે કાયદો વ્યવસ્થા જાળવીને ટ્રાફિકને ખુલ્લો કરાવ્યો હતો.
આવી જ રીતે ટાઉન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોપાલ કૃષ્ણ હાઉસિંગ સોસાયટી-2માં આંતરિક રોડના ગેરકાયદે દબાણો જેવા કે લારી ગલ્લા પથારા વાળાને ખદેડી દઈને તમામને ફરી વખત દબાણ નહીં કરવા ખાસ ચીમકી આપવામાં આવી હતી. ઉપરાંત શહેરને ગેરકાયદે દબાણથી મુક્ત કરવા શરૂ કરાયેલી ઝુંબેશમાં મોટા પ્રમાણમાં વાહનો સાથે પાલિકાની દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી. જેમાં પાંચ જેટલા ડમ્પરો અને ત્રણ જેટલા JCB મશીનો પણ સાથે રખાયા હતા. નટુભાઈ સર્કલથી સેવાસી ગોત્રી વિસ્તારમાં ખૂબ જ મોટા પાયે ગેરકાયદે દબાણો લારી ગલ્લા કેબીનો સહિત દુકાનદારોએ કાચા પાકા શેડ બનાવી દીધા હતા. આ તમામ ગેરકાયદે દબાણો પર પાલિકાની દબાણ શાખાએ સપાટો બોલાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500