Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરાનાં સુભાષનગર ખાતે સરકારી જમીનોમાં કરાયેલ ગેરકાયદે દબાણો દુર કરાયા

  • March 28, 2023 

વડોદરા સયાજીગંજ વિસ્તારનાં પરશુરામ ભઠ્ઠામાં આવેલા સુભાષનગર ખાતે સરકારી જમીનોમાં કરાયેલા ગેરકાયદે દબાણથી બનાવી દેવાયેલા 11 કાચા અને એક પાકું મકાન મળીને કુલ 12 જેટલા દબાણો પર સીટી સર્વે સુપ્રિ.2ની કચેરી દ્વારા બુલડોઝર ફેરવી દેવાતા સ્થાનિક રહીશોના ટોળેટોળા ઘટના સ્થળે ત્યાં હતા. જોકે સયાજીગંજ પોલીસ કાફલો કાયદો વ્યવસ્થા જાળવવા સતત કાર્યશીલ રહેવા સહિત સીટી સર્વેના ઉચ્ચ અધિકારીઓ તથા સ્ટાફ કાર્યવાહી દરમિયાન ઉપસ્થિત હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં આવેલા સુભાષનગરમાં સરકારી જમીન આવેલી છે.






આ જમીનમાં ગેરકાયદે દબાણ કરનારાઓએ વર્ષોથી અડીંગો જમાવી દઈને સરકારી જમીન પચાવવાના ઇરાદે 12 જેટલા પરિવારોએ કાચા ઝુંપડા બનાવીને રહેવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે એક પરિવારે આ સ્થળે પોતાનું પાકુ મકાન બનાવીને ગેરકાયદે દબાણ કરી દીધું હતું. જોકે આ તમામ પરિવારોએ વીજળી કનેક્શન પણ યેનકેન રીતે મેળવી લીધા હતા. વર્ષોથી સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરીને અડીંગો જમાવાયોની ફરિયાદો સીટી સર્વે સુપ્રીમ ટેન્ડેન્ટ ઝોન-2નાં ડીડી પટેલને મળતી રહી હતી. દરમિયાન સરકારી જમીન ખાલી કરાવવાનાં ઇરાદે ગતરોજ તખ્તો તૈયાર કરવામાં આવ્યો હતો.






પરંતુ કોઈ અગમ્ય કારણોસર આ ડિમોલિશનની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ આજે મહાનગરપાલિકાના દબાણ શાખાની ટીમ સહિત બે જેસીબી મશીન સીટી સર્વે ઝોન 2 કચેરીને ફાળવાયા હતા. જ્યારે આ તમામ ગેરકાયદે ઝૂંપડા-બંગલાના વીજ જોડાણ અગાઉથી કાપી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જાળવવા સયાજીગંજ પોલીસ બંદોબસ્ત પણ આજે મળી ગયો હતો.






જોકે આ તમામ દબાણ કરનારાઓને પોત પોતાનો માલ સામાન અને ઘર-વખરી ખસેડી લેવા સીટી સર્વે ઓફિસના અધિકારીઓ દ્વારા જણાવી દેવામાં આવ્યું હતું. પરિણામે ગતરોજ અને આજે વહેલી સવારથી તમામ દબાણ કરનારાઓએ પોત પોતાનો માલ સામાન અને ઘર વખરી ખસેડવાનું ગઈકાલથી શરૂ કરાયેલું કામકાજ આજે પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. દરમિયાન પાલિકા દબાણ શાખાની ટીમ બે જે.સી.બી. મશીન સાથે આજે નિયત સમયે સુભાષ નગર ખાતે ખાતે પહોંચી ગઈ હતી. જેથી સીટી સર્વે ઝોન 2 ના અધિકારી દ્વારા આદેશ થતા જ તમામ કાચા પાકા ઝુંપડાઓ પર જે.સી.બી. દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.






દબાણ હટાવવાની કાર્યવાહી અને જે.સી.બી. મશીનો દ્વારા કાચા પાકા ઝૂંપડા તોડવાની કાર્યવાહી જોવા આસપાસના રહીશોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્ર થયા હતા. પરંતુ સયાજીગંજ પોલીસ સ્ટાફ કાયદો અને વ્યવસ્થા જાળવવા સતત ખડે પગે રહ્યા હતા. ગેરકાયદે દબાણોનો ગણતરીના કલાકોમાં સફાયો કરીને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ઝોન-2નાં અધિકારી સહિત અન્ય અધિકારીઓ અને સ્ટાફ સતત હાજર રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application