Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જો તમે લગ્ન કરવાના છો તો આ ખબર તમારા માટે અતિ મહત્વની છે

  • August 21, 2022 

કેવા કેવા બનાવો પ્રકાશમાં આવતા હોય છે કે જે જાણી ને આપણી આખો અને કાન વિશ્વાસ ના કરી શકે તેવા બનવો આજના સમયમાં બનતા થઇ ગયા છે એટલે ચોક્કસથી કહી શકાય કે હવે આ દોર બીજો કોઈ નહિ પરંતુ કળયુગનો સમય આવ્યો હોય તેમ સતત એવા એવા બનાવો સામે આવતા થયા છે કે આપણી નજર સામે બનતા બનાવો છતા આપણે વિશ્વાસ કરી અહીં શકે તેવી ઘટના બની રહી છે.




હાલ એવોજ એક ચોંકાવનારો કિસ્સો સુરત શહેર માંથી સામે આવ્યો છે જ્યાં ઘટના એમ બની હતી કે સુરત શહેરમાં રહેતો એક યુવક જે પોતાની પત્ની એટલે લુંટેરી દુલ્હનનો શિકાર બન્યો હતો. છે ને ચોકાવનારી ઘટના. વધુ વિગત જાણો.... સુરત શહેરનો યુવકના જે દક્ષીણ ગુજરાતના વલસાડમાં રહેતી એક યુવતી સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતા પરંતુ જાણી ને નવાઈ લાગશે કે પગફેરો કરવાના બહાને લુંટેરી દુલ્હન બનેલી યુવતી પગફેરાની રશ્મના બહાને ફરાર થઇ ગયી હતી. જ્યાં સુરતના યુવક દ્વારા આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરુ કરી હતી. જેમાં પોલીસે પણ આ ઘટના ને ગંભીરતા પૂર્વક લેતા સતત તપાસનો ઘમ ઘમાટ શરુ કર્યું હતું અને આ લુંટેરી દુલ્હન સાથે તેના પરિવારજનો અને તેના સાગરીતોને ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી છે.




ત્યારે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર સુરતમાં રહેતો યુવક જે લુંટેરી દુલ્હનનો શિકાર બન્યો હતો, તે લગ્ન થયા પછી પોતાની પત્ની એટલે કે લુટેરી દુલ્હનને પગફેરો કરવા મોકલી હતી જ્યાં આ ચાલ બાઝ દુલ્હન પગફેરાની રાશમ ના બહાને યુવતી ફરાર થઇ ગયી હતી. અને આ સમગ્ર મામલે યુવકે તપાસ કરતા પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનું અંતે સામે આવ્યું હતું. જેથી યુવકે આખરે સુરત શહેરના વરાછા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી. જ્યાં આ બનાવમાં વરાછા પોલીસે યુવકની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી અને અને લુંટેરી દુલ્હન તેના પરિવારજનો અને સાથે તેના સાગરીતો મળત્યાઓની ધરપકડ કરવામાં સફળતા હાથ લાગી છે. જ્યાં પોલીસે જણાવ્યું હતું કે આ મામલે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને અન્ય કોઈ લોકોને આવી રીતે શિકાર બનાવ્યા છે કે કેમ તે અંગેની તપાસ ચાલુ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application