Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઑનલાઇન ગેમ રમવાના શોખીન છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે, હવે ગેમમાં જીતેલી રકમ પર ટેક્સ ચૂકવવો પડશે

  • August 27, 2022 

જો તમે પણ ઑનલાઇન ગેમ રમવાના શોખીન છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. ઑનલાઇન ગેમિંગના ચાહકોને હવે ઝટકો લાગી શકે છે. વાસ્તવમાં, ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં મોટા પાયે થતી કરચોરીને ડામવાના આવકવેરા વિભાગના પ્રયાસના ભાગરૂપે હવે ઑનલાઇન ગેમમાં વિજેતાઓને હવે કોઇપણ પ્રકારની છૂટ વગર વ્યાજની સાથે કુલ 30 ટકા ટેક્સની ચૂકવણી કરવી પડશે. તે સાથે જ તેમણે ટેક્સ અને વ્યાજ પર વધુ 25-30 ટકા રકમની ચૂકવણી કરવાની રહેશે. ઑનલાઇન ગેમમાં વિજેતો જો નિર્ધારિત સમયમાં ટેક્સની ચૂકવણી નહીં કરે તો તેના પર ભારે દંડની પણ જોગવાઇ રહેશે.




ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં થતી કરચોરી પર IT વિભાગની નજર હેઠળ

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિના ચેરમેન નીતિન ગુપ્તાએ કહ્યું કે, ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં થતી કરચોરી પર IT વિભાગની નજર હેઠળ છે. કોઇપણ પ્રકારની કાર્યવાહીથી બચવા માટે ઑનલાઇન ગેમના વિજેતા અપડેટેડ આવકવેરા રિટર્ન દાખલ કરવાની સાથે પોતાની આવકનો ખુલાસો કરે અને લાગૂ ટેક્સની ચૂકવણી કરે.સામાન્યપણે ITR-U ભરવાની અંતિમ તારીખ સંબંધિત આકલન વર્ષમાં ખતમ થયા બાદ 24 મહિના પછીની હોય છે. નાણાકીય વર્ષ 2021-22 માટે આઇટીઆર-યુ ભરવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2024 છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,વિભિન્ન ગેમિંગ પોર્ટલની રમતના વિજેતાઓએ આઇટીઆર-યુનો ઉપયોગ કરવો જોઇએ. તેમાં દંડથી બચવા માટે આગળ આવવા તેમજ ટેક્સની ચૂકવણીની જોગવાઇ છે.




નવી ટીડીએસ જોગવાઇ પર ટૂંક સમયમાં સ્પષ્ટતા

સીબીડીટી વિભિન્ન પક્ષો તેમજ ખાસ કરીને બેન્કો માટે નવી ટીડીએસ જોગવાઇ લાગૂ કરવાને લઇને ટૂંક સમયમાં સ્પષ્ટતા કરી શકે છે. આ ટીડીએસ જોગવાઇ કોઇપણ વ્યવસાય અથવા પ્રોફેશનથી મળેલા લાભ અથવા પૂર્વ શરતોથી જોડાયેલા છે. બોર્ડ આ વિષય પર એક સત્તાવાર લેટર રજૂ કરશે. તેમાં એકસાથે પતાવટ જેવા મુદ્દાઓ સામેલ છે, જેનો બેન્ક સામનો કરી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News